વાર નથી લાગતી

મૂંઝવણો તો કેટલીય આવે,
મનને શાંત થતા વાર નથી લાગતી.

સમય ભલેને સારો કે ખરાબ હોય,
એને બદલાતા વાર નથી લાગતી.

સંબંધોમાં જો ગાંઠ બંધાઈ જશે,
તો એને વેરવિખેર થતા વાર નથી લાગતી.

ખુલાસા જો પોતાના સાથે કરી લઈએ,
તો લાગણીઓને મજબૂત થતા વાર નથી લાગતી.

કડવા શબ્દો બોલવાથી,
દિલોને દુભાતા વાર નથી લાગતી.

નફરત અને ગુસ્સાને છોડી દે દોસ્ત,
ધબકતા હૃદયને બંધ થતા વાર નથી લાગતી.

વાર નથી લાગતી – Audio Version
Share this:

34 thoughts on “વાર નથી લાગતી”

  1. Poem publish કર્યા પછી comment કરતા વાર લાગી ગયી 😜

    Beautiful writing as always! ❤️

Leave a reply