મનમાં એક નહીં હજારો આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
ક્રોધ કપટથી દુર રહેવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
ભૂખ્યાની ભૂખ તરસ્યાંની તરસ છીપાવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
કંઈક નવું કરવાની કરીને કંઈક બનવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
સપનાંઓ ઘણા છે મંજિલે પહોચવાની પૂરેપૂરી આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
ગયા વર્ષે ઘણું ફરી હજુ ફરવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
હસતી-હસાવતી રહું એજ હંમેશા મારી આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
ઘણું નવું શીખી, હજુ ઘણું શીખવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
પ્રેમ અને લાગણીથી દરેક ના મનમાં વસવાની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
ન થાય કોઇનું દિલ દુ:ખી મારાથી
એજ મારા દિલ ની આશા છે,
નવા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.
લાગણીનાં શબ્દોથી નીકીનીકવિતાઓ લખવાની આશા છે,
સૌના મન જીતી સૌના મનમાં રહેવાની આશા છે,
બસ નવા વર્ષમાં સૌને પ્રેમ કરી પ્રેમથી રહેવાનીજ મારી ભાષા છે.