
કેટલીક રાતો એવી આવે,
ઊંઘ આંખોથી દૂર જ રહે,
ઘડિયાળ ધીમે ચાલે જાણે,
સમય પણ અટકી ગયો લાગે.
પલટાં ખાઈને થાકી જઈએ,
વિચારો મનમાં ઘૂમતા રહે.
“ક્યારે પૂરી થશે આ રાત?”
મન પોતે જ પૂછતું રહે.
ઊંઘ આવે તો થોડી આવેઃ
પણ ફરીથી ઊડી જતી રહે,
આંખ બંધ કરી રાહ જોવી,
સવાર ક્યારે થવાની રહે.
પછી સવાર આવે થાકેલી,
મન ખુશીથી દૂર જ રહે,
નાની વાતે ગુસ્સો આવે,
હૃદય પણ ખિન્ન ખિન્ન રહે.
એવી રાતો સમજાવી જાય,
ઊંઘ વિના અકળામણ રહે.
થોડી ઊંઘ પણ જરૂરી લાગે,
એના થી જ મનને આરામ રહે.

Nice
Sometimes, excitement and anxiety steal your sleep