રહી જા…

હમણાં કશું લખાતું નથી,
ને ખુદને મળી શકાતું નથી..

મન ખુશ હોવા છતાં,
અકળામણ કેમ છે સમજાતું નથી..

હરપળ સાથે હોવા છતાં,
દૂર તારાથી રહેવાતું નથી..

કાલે જશે એ વાત,
મારાથી મને મનાવાતું નથી..

રહી જા મારી પાસે તું,
સમજુ છું માટે જ કહેવાતું નથી..

રહી જા… – Audio Version

Share this:

One thought on “રહી જા…”

Leave a reply