લાગ્યું છે ખોટું,
કેમ કરી મનાવું તને?
ચલને જવાદે હવે,
એમ કહીને મનાવું તને?
તને ઉદાસ જોઇને ગમતું નથી મને,
કેમ કરી હવે હસાવું તને?
તારી બક બક વગર ચાલતું નથી,
કહીદે મને, કેમ કરી બોલાવું તને?
લાગ્યું છે ખોટું,
કેમ કરી મનાવું તને?
ચલને જવાદે હવે,
એમ કહીને મનાવું તને?
તારી ચૂપી સતાવે છે મને,
બસ કહી દઉં છું, બહું થયું હવે.
વાંક તારો કે વાંક મારો,
કદી વિચાર્યું નથી મને.
બસ તું માની જા હવે,
તારા વગર કંઈ ગમતું નથી મને.
હાથ માં હાથ આપીદે હવે,
આવીને ગળે લગાવીલે મને.
જાણું છું તું ચાહે છે મને,
દિલથી માંગુ છું માફી હવે.
બસ તું માની જા હવે,
પ્રેમથી મનાવું છું તને,
બહું થયું બસ મારી પાસે આવીજા હવે.
