મૌન

આજે એક અક્સમાત બન્યો,
અને હું થોડી સ્તબ્ધ થઇ ગઈ.

શબ્દોની મારામારી એવી બની,
ને સંબંધો સાથે અથડાઈ ગઈ.

દિલ અને દિમાગ સામે,
લડતા લડતા હું ડગમગાઈ ગઈ.

અકળામણ જયારે પોતાના સાથે બની,
ક્ષણભર માટે હું બસ ભાગી ગઈ.

રસ્તો પકડ્યો મેં જ્યારે શમતાનો,
ખુદમાં જ થોડી અલોપ થઇ ગઈ.

મન થયું મારું શાંત અને હળવું,
જ્યારે મિત્રતા મારી ‘મૌન’ સાથે થઇ ગઈ.

The Audio Version of ‘મૌન’

Audio Player

 

Share this:

16 thoughts on “મૌન”

  1. જ્યાં અને જયારે મૌનનો મહિમા સમજાય,
    ત્યાં અને તયારે સબંધોની ગરિમા સચવાય

Leave a Reply to NishaCancel reply