તને મળવું છે

તને મન ભરીને મળવું છે,
સામે જ બેઠા છીએ છતાં કહું છું
તને મન ભરીને મળવું છે.

એકબીજાને થોડું સમજવું છે,
મળીને ઘણું બધુ કહેવું છે.

વિચારોમાં વાતો કરતાં હવે અટકવું છે,
દિલ ખોલીને તને મળવું છે.

મનનું મનમાં રહી ગયું ,
હવે મન ભરીને રડવું છે.

સંભાળી લે અને સાંભળી લે,
તને વળગીને બસ એટલું જ કહેવું છે.

The Audio Version of ‘તને મળવું છે’

 

Share this:

20 thoughts on “તને મળવું છે”

  1. “ વિચારોમાં વાતો કરતાં હવે અટકવું છે,
    દિલ ખોલીને તને મળવું છે.”
    Beautiful way to lead u to unlock ur heart …બસ,હવે હળવાં થઈને જીવવું છે ….

Leave a reply