કેટલું સારું

કીધેલા શબ્દોને તું સમજી જાય તો કેટલું સારું!!
ક્યારેક ના કહું કઈ ને તું સમજી જાય તો કેટલું સારું!!

અણ બનાવ તો બન્યા કરે,
મનાવ્યા વગર તું માની જાય તો કેટલું સારું!!

મહેફીલોમાં પણ એકાંત હોય છે,
અંતરને કોઈ મારા સમજી જાય તો કેટલું સારું!!

સંબંધો સાચવવા ખૂબ અઘરા હોય છે,
બધા જાતે જ સચવાઈ જાય તો કેટલું સારું!!

ના ગમતું પણ ઘણીવાર કરવું પડે છે,
બસ ‘ના‘ કહી શકાય તો કેટલું સારું!!

લખું છું હું હંમેશા દિલ ખોલીને,
પણ ના લખું અને ભાવના તું સમજી જાય તો કેટલું સારું!!

કેટલું સારું – Audio Version
Share this:

38 thoughts on “કેટલું સારું”

  1. સાચે જ અંતર ને કોઈ સમજી જાય તો કેટલુ સારુ ,બહુ જ સરસ રીતે દીલ ની વ્યથા વ્યક્ત કરી છે

Leave a Reply to NikkiCancel reply