સ્વસ્થ રહો મસ્ત રહો

“તમારું તંદુરસ્ત સ્વાસ્થ્ય તમારા પરિવાર માટે ઉત્તમ ભેંટ છે.”

_____આ મારો ખૂબ મનગમતો વિષય છે. હમેશાં પ્રયત્ન કરતી હોઉં છું દરેકનું જીવન તંદુરસ્ત રહી શકે એવી એક પ્રેરણા બની શકું.

_____ક્યાંક મેં આ બે line વાંચી છે. “Health is wealth” અને “Your perfect health is best gift you can give to your family.” હું સાચે જ આની સાથે સહમત છું. સાચું કહેજો, તમારો life partner સવારે ઊઠીને gym જશે કે ચાલવા જશે તો તમને ગમશે કે સવારે ઊઠીને doctor પાસે જશે તો? જવાબ ખૂબ જ સરળ છે. થોડું પોતાનું ધ્યાન રાખી લઈએ તો doctor નાં ખોટા બિલોમાંથી તો બચીએ જ પરંતુ સૌને હમેશાં ખુશ પણ રાખી શકીએ કારણકે આપણે ખુશ હોઈશું .

_____સમય પર સૂવું , સમય પર જાગવું અને શરીર પાછળ થોડો સમય આપવો, મને ખાત્રી છે તમે હમેશાં ખુશ રહેશો. અને આમાંથી એક પણ વસ્તુ માટે કોઈની જરૂર પડતી નથી. આપણે કામ કરી શકશું, ફરી શકશું અને હસી શકશું પણ જો આપણે તંદુરસ્ત રહીશું તો જ.

_____બધું હોવા છતા પણ જો જીવન માણી ના શકો તો બધું હોવાનો મતલબ શું? Priorities ને બદલો, પત્ની કે પતિ સાથે doctor પાસે જવા કરતા park માં હાથ પકડીને ચાલવા જશો તો વધુ ગમશે. 24 કલાકમાંથી 1 કલાક તમારા સ્વાસ્થ્ય માટે આપો કારણકે તમને સ્વસ્થ જોઈ તમારો પરિવાર હમેશાં ખુશ રહેશે અને એ જ એક ઉત્તમ ભેંટ છે તમારા તરફથી.

_____તંદુરસ્ત રહેશોતો ખુશ મિજાજ રહેશો. તબિયતની ચિંતા માત્ર અણગમો, અકળામણ અને stress ઉત્પન્ન કર છે, નહી કે માત્ર તમારા જીવનમાં પરંતુ તમારી આજુબાજુની દરેક વ્યકિતને તકલીફ આપે છે. નક્કી કરો મારુ ધ્યાન હું પોત જ રાખીશ અને શરૂઆત આજથી જ કરીશ.

‘જાગ્યા ત્યારથી સવાર’

Thank you. 🙏🏼

The Audio Version of ‘સ્વસ્થ રહો મસ્ત રહો’

 

Share this:

સ્મરણ

લખું તો કોરા કાગળ પર કલમ કહી જાય,
ન બોલું તો પણ મારા નેત્રો બધુ બોલી જાય,
તારી વાતો મારા શબ્દોમાં સમાઈ જાય,
હૃદયમાં વસતી આ ધડકનોની રફતાર વધી જાય,
મારુ મુખ આમ દુનિયા પણ વાંચી જાય,
કંઈક ખાલીપો છે બધા જ કહી જાય,
તારી દૂરી મારા મનને અસ્થ વ્યસ્થ કરી જાય,
કેમ છુપાવું તારી યાદોને જે અશ્રુ બની વહી જાય,
તારું જ સ્મરણ મારા જીવનની ગઝલ બની જાય.

The Audio Version of ‘સ્મરણ’

 

Share this:

પસ્તાવો

સમજદારીની વાતો કરતા હતા જે,
ગેરસમજના ગોટાળે ચડી ગયા,
પ્રશ્નોમાં એવા અટવાયા એ,
કે અંતે સંબંધો તૂટી ગયા.

પ્રેમની જ ભાષા સમજતા હતા જે,
નફરતના રસ્તે વળી ગયા,
નાદાનીમાં એવા ખોવાયા એ,
કે અંતે સંબંધો છૂટી ગયા.

શાંત સ્વભાવની વાતો કરતા હતા જે,
અશાંતિના માર્ગે ચઢી ગયા,
ક્રોધમાં એવા અકળાયા એ,
કે અંતે સંબંધો હારી ગયા.

લખતા લખતા હાસ્યની વાતો આજે,
કારણ વગર રડી પડયા,
તૂટેલા સંબંધોને જોડવામાં,
કેટલાય વર્ષો વીતી ગયા.

The Audio Version of ‘પસ્તાવો’

 

Share this:

આદત

જોઈને તને હસવાની આદત છે મને,
રોજ વાત કરવાની આદત છે તને,

મને વ્યસ્ત જોઈ ગુસ્સો કરવાની આદત છે તને,
તારી માટે કંઈક લખવાની આદત છે મને,

ઝઘડો કરી આમ રડવાની આદત છે તને,
વાંક તારો કે મારો મનાવવાની આદત છે મને,

મારી આંખોમાં આંસુ જોઈ પીગળવાની આદત છે તને,
ઊંઘમાં આમ મલકાવવાની આદત છે મને,

મને ખુશ જોઈ ખુશ રહેવાની આદત છે તને,
કહી દે હવે,
મારા સિવાય બીજી કોઈ આદત છે ખરી તને?

The Audio Version of ‘આદત’

 

Share this:

મિચ્છામિ દુક્કડમ

તકરાર બધી ભુલાવી દઈએ,
ખૂબ મોટો દિવસ છે આજે.

મીઠા બોલ સૌ સાથે બોલી લઈએ,
ભૂલો ભૂલવાનો દિવસ છે આજે.

આક્રોશ બધા છોડી દઈએ,
દિલને સાફ કરવાનો દિવસ છે આજે.

કડવાહટને કાઢી નાખીએ,
મીઠાશ ભરવાનો દિવસ છે આજે.

તું અને હું બસ એક જ છીએ,
એવું જ કહી દેવાનો દિવસ છે આજે.

બે હાથ જોડી સૌને મનાવી લઈએ,
માફી માંગવાનો અને આપવાનો દિવસ છે આજે.

🙏🏼🙏🏼🙏🏼 મિચ્છામિ દુક્કડમ 🙏🏼🙏🏼🙏🏼

The Audio Version of ‘મિચ્છામિ દુક્કડમ’

 

Share this: