યાદ તો મારી આવી જ જશે,
ક્યારેક આંખ તારી પણ ભીની કરાવી જ જશે.
બાળકોના કાલાવાલા અને તોફાનો,
ક્યારેક એ યાદો તને પણ રડાવી જ જશે.
હસ્યા , ફર્યા સાથે જમ્યા ,
એ તોફાનો તને પણ હલાવી જ જશે.
મિત્રોની જુદાઈ બસ થઈ હવે,
આ નાજુક હૃદય રડીને હવે થાકી જશે.
મારો પ્રેમ કે તારો તિરસ્કાર ,
મારી યાદ તને અપાવી જ જશે.
બોલા-અબોલા થયા, ક્યારેક નજીક તો ક્યારેક દૂર થયા,
છતાં લાગણી મારી તને યાદ આવી જ જશે.
જીવનમાં અવર જ્વર થતી જ રહેશે,
એનાથી શું તું ભૂલી જશે મને ?
લાગણીઓની મારા-મારી છે આજે,
સાચું કહું તું સતાવે છે મને.
આ શું પ્રથા છે નસીબની,
બસ એક પછી એક મૂકીને જાય છે મને.
ઉતાર-ચડાવ બધા જ સંબંધોના મૂળ છે,
છતાં તારી યાદ હલાવી જશે મને.
Month: April 2018
તું અને તારી વાતો
સંબંધનો વહેણ કંઈક અલગ હોય છે,
પણ તારી સાથે વાત કરવાની મજા કંઈક અલગ હોય છે.
નામ નથી કોઈ કારણ નથી, કામ નથી કે કાજ નથી,
છતાં તારી બકબકની મજા કંઈક અલગ હોય છે.
દિવસો વીતતા જાય છે,તારી ગણવાની આદત મને મલકાવી જાય છે.
અને તારી વાત કરવાની કળા મને ગમતી જાય છે.
નથી કોઈ અપેક્ષા કે નથી કોઈ માંગણી,
તારી બેતુકી વાતોમાં પણ મજા કંઈક અલગ હોય છે.
તારા દિલમાં સ્થાન આપ્યું કંઈક વધારે જ માન આપ્યું ,
તું અને તારી વાતો મારા સમજની બાર હોય છે.
તારા પ્રેમ કે લાગણીના તોલે કદી કોઇ ના આવ્યું ,
તું અને તારી વાતો કંઈક આશીર્વાદ જેવી હોય છે.
તારી સાથે વાતના કરું તો દિવસ ખાખ છે,
દિવસ અધૂરો લાગે જો તારી બકબકના સંભળાય,
તું અને તારી વાતો મારા જીવનમાં ખાસ છે,
તારી સાથે કરેલી વાતોની મજા જ કંઈક ખાસ છે.
હું ચાહું છું તને
હાસ્યનાં ફૂલ ઝરતા દેખાય છે મને,
શું મારી નજરથી કાંટા વાગે છે તને?
અદાઓ પર મરવાનું મન થાય છે મને,
શું બચાવવાની ઇચ્છા થાય છે તને?
પ્રેમનાં સૂરો ડોલાવે છે મને ,
શું એ સૂર નથી સંભળાતા તને.
લહેરોમાં સુગંધ તારી આવે છે મને,
આ લહેરોમાં જ ડુબાડીશ હું તને.
મારી આ લાગણી નહી સમજાય તને,
એકવાર આવીને પૂછીતો જો તું મને.
એકવાર તો હસીને જો તું મને,
ફૂલોથી વધાવી લઈશ હું તને.
મારામાં શું ખૂટે છે તને,
નફરતમાં પ્રેમ દેખાય છે મને.
‘ના’ કહીને ડુબાડીશ તું મને,
કે ‘હા’ કહીને તારીશ તું મને.
તારી નિર્દોષતા ગમે છે મને,
ઝંખે છે મારા નયનો જોવા તને.
નેનોના બાણ તારા વાગે છે મને,
મારા પ્રેમની કદર સમજાય છે તને?
તારામાં કંઈ ખામી દેખાય ના મને,
શું મારામાં કંઈ સારું દેખાય છે તને?
‘હા’ કહીશ તો “નિભાવીશ” તને,
‘ના’ કહીશ “પુજીશ” તને,
શા માટે કરે છે ‘નફરત’ તું મને,
ગમે તેમ તોય હું ચાહું છું તને,
“ હું ચાહું છું તને”
એક આશ
તારી આ દર્દથી ભીની આંખો,
તારા આ હાસ્યની કૃત્રિમતા,
મારા દિલના દર્પણનાં ટુકડાઓ,
મારી વ્યથાની નાજુક પાંદડીઓ,
તારા ને મારા વેરવિખેર સપનાઓ,
મારા ને તારા ચુપીથી ભરેલા અબોલા,
ભેગા થયાને સમય થયો,
છૂટા પડયાનો સમય ગયો,
પણ એ જ ભીનાશ, એ જ દર્દ ,
એ જ ટુકડાઓ, એ જ વ્યથા,
કદાચ આજે પણ છે જ.
કેમ મને લાગે છે તને મારી આશ આજે પણ છે?
એક ગઝલ
મારી આંખના આંસુને સુકાવી દે તું,
મારી આ ગઝલને ગીત બનાવી દે તું,
દિનરાત તારી તસવીર જોઈ થાક્યા આ નયન
એને આ દિલમાં કાયમી અંકિત બનાવી દે તું,
મુરઝાયેલા ફૂલને, ઊજડેલા ઉપવનને,
ફરી એકવાર પુલકિત બનાવી દે તું.
જીવન કેરી છે આ સરગમ વેરણ-છેરણ,
અર્પી તારો સૂર એને સંગીત બનાવી દે તું,
સમયના હાથે હું હારી ગઈ આ જિંદગીને,
મારી એ હારને જીત બનાવી દે તું,
મારી આ ગઝલને ગીત બનાવી દે તું.