તું છે તો દુનિયા સુંદર લાગે

તું છે તો દુનિયા સુંદર લાગે,
દરેક સવારમાં સુગંધ મને તારી આવે..

તારી સંભાળ, તારો પ્રેમ,
મારા મનને હંમેશા હસતું રાખે ..

થોડું ખુદને પણ સંભાળી લે હવે,
હંમેશા તું સૌને સાચવતો ને પ્રેમ આપતો ફરે..

તારી હાજરી માં મળે મને ખુશહાલી,
તારા વગર દિવસો બધા ખાલી લાગે..

તારું સ્મિત છે મારી શક્તિ,
ઉદાસ હોય તો દરેક રાત ભારી લાગે..

તું છે તો મારો સહારો ને સર્વસ્વ,
તારા સાથથી જ મારા શ્વાસોશ્વાસ ચાલે..

હાથમાં હોય જ્યારે તારો હાથ,
દરેક પળ હંમેશા ખાસ લાગે..

હર પળે રહે તું સ્વસ્થ અને ખુશ,
એ જ પ્રાર્થના તારા જન્મ દિવસે હ્દય પ્રભુ પાસે વારંવાર માંગે..

તું છે તો દુનિયા સુંદર લાગે – Audio Version
Share this:

3 thoughts on “તું છે તો દુનિયા સુંદર લાગે”

Leave a Reply to PamiCancel reply