એક્લી બેઠી બેઠી હસી લઉં છું,
ક્યાંક તારી નજરમાં આવી જાઉં છું.
તને એક્લામાં મળી લઉં છું,
અને એક્લી બેઠી બેઠી હસી લઉં છું.
તારા શબ્દો ને યાદ બનાવી લઉં છું,
એક્લી બેઠી બેઠી હસી લઉં છું.
તારી યાદોનું દિલ માં ઘર બનાવી લઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.
સપનાની દુનિયામાં જીવી લઉં છું,
છતાં આંખ ખુલતા રડી લઉં છું.
રેતીમાં ઘર બનાવી લઉં છું,
તૂટવાનાં ડરથી થંભી જાઉં છું.
અતૂટ પ્રેમ છે છતાં કશે અટકી જાઉં છું,
તારો સાથ છુટવાના ડરથી હલી જાઉં છું,
એક્લી બેઠી હોઉં તો ક્યારેક રડી લઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.
એકલામાં ઘણી વાતો કરી લઉં છું,
તને એક્લામાં મળી લઉં છું.
તારી યાદ આવે તો કયારેક,
હસતાં-હસતાં પણ રડી લઉં છું.