_____હું અત્યારે બધાંને એજ કહેતા સાંભળી રહી છું કે આ ૨૧ દિવસો કેવી રીતે જશે?? એક દિવસ જ ખૂબ લાંબો લાગે છે. સાચે જ ઘણા માટે અઘરું હશે પણ મારા જેવા પણ હશે જે આ સમયને દિલથી માણી રહ્યા હશે. થોડી વાત કરી લઉં કે તમે બંધ ઘરમાં શું કરી શકો છો?
- શરીર પાછળ એક કલાક આપો. જે કસરત કરવાનો સમય તમને નહોતો મળી રહ્યો હવે ઘણો સમય તમારી પાસે છે અને ઈન્ટરનેટ પર ઘણા ૩૦ મિનિટ, ૧ કલાકના યોગા, ડાન્સ કે ઘણી બીજી કસરતોના વીડીયો તમવે જોવા મળશે તો એ જોઈને સમયનો સદુપયોગ કરો.
- વાંચવાની શરૂઆત કરો. દરરોજ એક પેજથી ચાલુ કરો અને ઘીરે ઘીરે બુક પૂરી કરો.
- પરિવાર સાથે બેસીને કોઈપણ ગેમ કે કાર્ડ રમો કે પછી બસ વાંચો કરો. આવો સમય જલદી પાછે નહીં જ મળશે.
- ઈન્ટરનેટ પરથી નવી નવી વસ્તુઓ શીખો, નવી ભાષા શીખો જે તમને ક્યારથી શીખવી હતી.
- ઘરના કામકાજમાં તમારી મમ્મી કે પત્નીની મદદથી કરો.શાક સમારી આપો , કચરા પોતા કરી આપો કે પછી ચા બનાવી આપો.
- લખવાનો શોખ હોય તો લખવાની શરૂઆત કરો. એકદમ ઉતમ સમય છે. એકાંત પણ છે, નોટબુક અને પેન તો તમારી પાસે હંમેશા હશે જ.
- ૫ થી ૧૦ મિનિટ ધ્યાન કરો. મનને એકાગ્ર કરો, પોતાની સાથે સમય વિતાવો.
- એકાદ કલાક ટીવી જુઓ પણ વધુ નહીં કારણકે એમાં તમને કંઈ શીખવા નથી મળતું અને honestly મને ઓછું ગમે છે.
- Painting, art, craft નો શોખ હોય તો એનો પ્રયત્ન કરો. આજે તમારી પાસે આ સમય છે કાલે નહીં જ હોય.
- દરરોજ એક કબાટ સાફ કરવાનું નક્કી કરો અને ધીમે ધીમે આખા ઘરમાં રહેતો નકામો કચરાને કાઢી નાંખો. આજે આ સમય તમારો જ છે.
- એકદમ પોઝિટિવ વિચારો કારણકે તમને દિવસો સારી રીતે અને કંઈક નવું શીખવા માત્ર તમારુ જ મન મદદ કરી શકે છે નહીં કે કોઈ બીજું.
_____નથી કરવું તો એક જ વસ્તુ કે news થોડા ઓછાં જોવા કારણકે એના કારણે તમારું મન નેગેટિવ થઈ જાય છે તો નક્કી કરો હું દિવસમાં એક જ વાર news જોઈશ.
_____આવી ઘણી વસ્તુઓ છે જે તમે કરી શકો છો પણ જો તમારું મન હોય તો માટે સૌ પ્રથમ તમારા મનને સ્વસ્થ કરીને મક્કમ બનાવી લો. આ તથા હાથમાંથી નહીં થવા દેતા કારણકે આજે મળી છે કાલે જોઈતી હશે ત્યારે પણ નહીં જ મળે.
Thank you. 🙏🏼
The Audio Version of ‘ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ’
So true. 👏🏼
Beautifully written. Keep writing.
Thank you 😊
Beautiful Writing 👌👍
Thank you 😊
So true…..👌🏻👌🏻
Thank you 😊
Wah , v useful tips , keep on motivating 🌹🤗
Thank you 😊
So true very motivational
Thank you 😊
Woww! So true, love it!
Thank you 😊