ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ

_____હું અત્યારે બધાંને એજ કહેતા સાંભળી રહી છું કે આ ૨૧ દિવસો કેવી રીતે જશે?? એક દિવસ જ ખૂબ લાંબો લાગે છે. સાચે જ ઘણા માટે અઘરું હશે પણ મારા જેવા પણ હશે જે આ સમયને દિલથી માણી રહ્યા હશે. થોડી વાત કરી લઉં કે તમે બંધ ઘરમાં શું કરી શકો છો?

  1. શરીર પાછળ એક કલાક આપો. જે કસરત કરવાનો સમય તમને નહોતો મળી રહ્યો હવે ઘણો સમય તમારી પાસે છે અને ઈન્ટરનેટ પર ઘણા ૩૦ મિનિટ, ૧ કલાકના યોગા, ડાન્સ કે ઘણી બીજી કસરતોના વીડીયો તમવે જોવા મળશે તો એ જોઈને સમયનો સદુપયોગ કરો.
  2. વાંચવાની શરૂઆત કરો. દરરોજ એક પેજથી ચાલુ કરો અને ઘીરે ઘીરે બુક પૂરી કરો.
  3. પરિવાર સાથે બેસીને કોઈપણ ગેમ કે કાર્ડ રમો કે પછી બસ વાંચો કરો. આવો સમય જલદી પાછે નહીં જ મળશે.
  4. ઈન્ટરનેટ પરથી નવી નવી વસ્તુઓ શીખો, નવી ભાષા શીખો જે તમને ક્યારથી શીખવી હતી.
  5. ઘરના કામકાજમાં તમારી મમ્મી કે પત્નીની મદદથી કરો.શાક સમારી આપો , કચરા પોતા કરી આપો કે પછી ચા બનાવી આપો.
  6. લખવાનો શોખ હોય તો લખવાની શરૂઆત કરો. એકદમ ઉતમ સમય છે. એકાંત પણ છે, નોટબુક અને પેન તો તમારી પાસે હંમેશા હશે જ.
  7. ૫ થી ૧૦ મિનિટ ધ્યાન કરો. મનને એકાગ્ર કરો, પોતાની સાથે સમય વિતાવો.
  8. એકાદ કલાક ટીવી જુઓ પણ વધુ નહીં કારણકે એમાં તમને કંઈ શીખવા નથી મળતું અને honestly મને ઓછું ગમે છે.
  9. Painting, art, craft નો શોખ હોય તો એનો પ્રયત્ન કરો. આજે તમારી પાસે આ સમય છે કાલે નહીં જ હોય.
  10. દરરોજ એક કબાટ સાફ કરવાનું નક્કી કરો અને ધીમે ધીમે આખા ઘરમાં રહેતો નકામો કચરાને કાઢી નાંખો. આજે આ સમય તમારો જ છે.
  11. એકદમ પોઝિટિવ વિચારો કારણકે તમને દિવસો સારી રીતે અને કંઈક નવું શીખવા માત્ર તમારુ જ મન મદદ કરી શકે છે નહીં કે કોઈ બીજું.

_____નથી કરવું તો એક જ વસ્તુ કે news થોડા ઓછાં જોવા કારણકે એના કારણે તમારું મન નેગેટિવ થઈ જાય છે તો નક્કી કરો હું દિવસમાં એક જ વાર news જોઈશ.

_____આવી ઘણી વસ્તુઓ છે જે તમે કરી શકો છો પણ જો તમારું મન હોય તો માટે સૌ પ્રથમ તમારા મનને સ્વસ્થ કરીને મક્કમ બનાવી લો. આ તથા હાથમાંથી નહીં થવા દેતા કારણકે આજે મળી છે કાલે જોઈતી હશે ત્યારે પણ નહીં જ મળે.

Thank you. 🙏🏼

The Audio Version of ‘ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ’

 

Share this:

12 thoughts on “ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ”

Leave a Reply to NikkiCancel reply