દોસ્તી શું છે?
બસ મારા માટે તો તું જ છે.
દિલમાંથી આવતી પુકાર છે,
એના પર બસ તારો જ રાજ છે.
ભટકીશ કે ક્યાંક અટવાઈશ,
તું શોધી લેશે વિશ્વાસ છે.
દોસ્તી?
મારા માટે તો તું જ છે.
હું શરીર તો તું આત્મા છે,
મારામાં જીવતો જાગતો અહેસાસ છે.
રોજ ના પણ મળું અને ના પણ બોલું,
છતાં તારા સ્મરણ દરેક પળમાં છે.
દોસ્તી?
મારા માટે તો તું જ છે.
મુસીબતો આવતી જતી હોય છે,
દરેકનો ઉપાય જ તું છે.
અરે!! ઠોકર ક્યાંક મને વાગે છે,
તો તકલીફ તને થઈ જાય છે.
દોસ્તી?
મારા માટે તો તું જ છે.
હું આસમાન તો તું જમીન છે,
પણ એકબીજામાં વસતી જાન છે.
મિત્રો ઘણા મળ્યા ,સ્વાર્થે ઘણા છૂટ્યા,
પણ તારો સાથ જ અતૂટ લાગે છે.
દોસ્તી?
મારા માટે તો તું જ છે.
તારા અને મારા વચ્ચે કંઈ સમાન નથી,
પણ પ્રેમ છે જે ભેળસેળ વગરનો છે.
દોસ્ત, બસ મારા માટે તો તું જ મારી દોસ્તી છે.