અચાનક

 

રસ્તામાં કોઈ મળી જાય અચાનક,
ને મનને ગમી જાય એ અચાનક!
બગીચામાં વીખરાયેલા ફૂલોની સુગંધ,
આવીને તારું નામ પૂછી જાય છે અચાનક!

તારે તો મલકાઈ ને મને જોઈ લેવું,
સમજણ ત્યાં બધી મારી ડૂબી જાય અચાનક!
જાગે જો તું પૂર્વમાં સૂર્યનાં બદલે,
સાચેજ દિવસ ઊગી જાય અચાનક!

બે-ચાર ક્ષણો આવે તારી યાદ જો લઈને,
ગઝલ બની જાય છે અચાનક!
નવી કોઈ ફૂલની કળી દેખાય ત્યાં,
મનમાં સૂતું કોઈ ઊઠી જાય અચાનક!

The Audio Version of ‘અચાનક’

 

Share this:

14 thoughts on “અચાનક”

Leave a reply