સમજે કોઈ જો મને!

સમય સાથે આગળ વધતી જાઉં છું ,
પરિસ્થિતિ ને ખુશી થી અપનાવતી જાઉં છું.
ક્યારેક હસાવે ને ક્યારેક રડાવે છે,
જિંદગી ને બસ આમ જીવતી જાઉં છું.
સંબંધોથી ડરતી નથી,
અપેક્ષાઓ થતા જ થોડી ખસી જાઉં છું.
અનુભવ એવા થયા છે કે,
પોતાનાથી જ આમ થોડી ડરી જાઉં છું.
સમય સાથે આગળ વધતી જાઉં છું.
દરેકને ન્યાય અપાતો નથી,
માટે જ કદાચ અણગમતી બની જાઉં છું.
સમજે જો કોઈ મને,
એનો સાથ જીવનભર નિભાવતી જાઉં છું.

The Audio Version of ‘સમજે કોઈ જો મને!’

 

Share this:

20 thoughts on “સમજે કોઈ જો મને!”

Leave a reply