થોડું અઘરું છે પણ આજ હકીકત છે

૨૦૨૨ આખુ વરસ પ્રીતનાં લગ્ન માટે ખૂબ મહેનત કરી , ખૂબ મજા કરી અને સાથે સાથે થોડી દલીલો પણ થઈ. જે દિવસોની કેટલાય સમયથી રાહ જોતા હતા તે આવીને જતા પણ રહ્યા. અંદરથી એક ગજબની ખુશી છે કે બધા પ્રસંગો ખૂબ સારી રીતે થઈ ગયા. પણ હવે શું?

થોડું અઘરું છે પણ આજ હકીકત છે.

બાળકો દૂર જાય ત્યારે કોઈ પણ મા-બાપને ગમતું નથી એ વાત એકદમ સાચી છે અને આજ ડરથી ઘણા વખતથી હું ખુદને અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખતી. મનથી મજબૂત રહેવાનો પ્રયત્ન કરતી પણ એમના વગર કંઈ ગમશે નહી એ વાત પણ પાકી હતી. ઘણીવાર તો આખો દિવસ ઘરમાં પોત પોતાના રૂમમાં જ રહેતા પણ જ્યારે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું , dinner time અને ક્યારેક ક્યારેક અમારા board game sessions માટે સાથે જ હોતા. આ સમય ઘણો અઘરો અને ખાલી પણ લાગે જ્યારે આખા table પર માત્ર હું અને મિતેન બસ કંઈ બોલી નથી શકતા માત્ર એકબીજાને જોઈ રહેતા. માત્ર દસથી પંદર દિવસ થયા છે મીતને London અને પ્રીત-રિષને Antwerp ગયાને પણ લાગે છે હવે આજ routine આખું જીવન રહેશે. આ બધુ કહીને તમને કોઈને ડરાવી નથી રહી પણ આ હકીકત દરેકના જીવનમાં આવશે માટે તમને સાવચેત કરી રહી છું. એક માર્ગ નક્કી કરો,ધ્યેય બનાવો કે જેનાથી તમે તમારા ખાલી સમયને ભરી શકો. આટલી મહેનત કર્યા પછી પણ એવી એક પળતો આખા દિવસમાં આવી જ જાય જ્યારે મારી આંખો એમના યાદોથી ભીની થઈ જાય છે પણ આની સાથે જીવતા શીખી જવાશે જો આપણી પાસે કોઈ પ્રવૃત્તિ હશે.

તમારી નજીકની દરેક વ્યકિત તમને ફોન કરશે, સમય આપશે અને એકલા પણ નહી પડવા દેશે પણ શું એમાની એક પણ વ્યકિત તમારા બાળકની જગ્યા લઈ શકશે? એ લોકોની કમી પૂરી કરી શકશે? બધાને જ આનો જવાબ ખબર છે છતા વિચારથી પણ હલી જવાય છે ને ? માટે જ આજથી જે તમને ગમતી હોય એવી પ્રવૃત્તિઓમાં જોડાજો, જીવનમાં નવા ધ્યેય બનાવજો. આ સમય આવશે જ અઘરો પણ લાગશે,આંખ પણ ભીની કરશે છતા તમે આગળ વધી શકશો.

મારી પાસે મારો કાગળ અને પેન છે. જે મને મજબૂત રાખે છે. સમય છે તો શોધી લો તમારી પાસે શું હશે જે તમને મજબૂત રાખશે.  

Thank you.

થોડું અઘરું છે પણ આજ હકીકત છે – Audio Version
Share this:

33 thoughts on “થોડું અઘરું છે પણ આજ હકીકત છે”

  1. I can feel your pain but there’s no option 🎉in future meet May b with you but for us really hard , hugs n lots of love with you 🤗🧿❤️

  2. મને એવું લાગે છે કે આ લાગણીઓ ને પણ માણવી જોઈએ. જીવનના ધ્યેય જરૂર થી આપણેને મજબૂત બનાવે છે પણ એવા ઓછા ભાગ્યશાળી લોકો છે જેને આ ક્ષણો ને પણ માણવા મળે છે

  3. સાચે જ અઘરી છે પણ જીવન ની આ ક્ષણો પણ માણવી જોઈએ ,અને તારી વાત પણ સાચી છે કે અત્યાર થઈ ઘ્યેય નક્કી કરીશુ તો આ ક્ષણો મા ટકી શકશુ ,અને ભગવાને આપણ ને દોસ્ત પણ આ બધા સંજોગો મા ટકી શકીએ એના માટે જ આપ્યા છે તો પ્રિય સખી અત્યાર ની તારી આ ઘડી મા અમે બધા જ તારી સાથે છીએ ,અહીયા આવી જા આપડે બધા સાથે કઈ પ્લાન કર઼એ

  4. Very true.. I am also feeling same Dear… nobody can take children’s place in our life..
    But same time if our children are happy and enjoying in their life then we feel relaxed …❤️❤️❤️

  5. Best way to enjoy is to be satisfied or find satisfaction in that moment 👍
    Good that you can put your feelings on a paper 📝
    Very well written👍😊

Leave a reply