તારી સાથેનો સફર

સફર જિંદગીના કંઈ સરળ નથી હોતા,
હમસફર મળી જાય તો અઘરા પણ નથી હોતા.

સવાર કંઈ હંમેશા રળિયામણી નથી હોતી,
બાજુમાં જો એ હોય તો કંઈ ઓછી રૂપાળી નથી હોતી.

મહેફિલમાં હોઈએ અને મોજ થાય જ એવું નથી હોતું,
એક જ વ્યકિત એવી મળે તો એકાંતની મજા કંઈ ઓછી નથી હોતી.

બધા જ ચાહે આપણને એવું જરૂરી નથી હોતું,
પણ એની લાગણીના હોય તો જીવન જીવન નથી હોતું.

એવી એક પળ નથી હોતી જેમાં તારા વિચારો નથી હોતા,
તારો પ્રેમ ક્યારેય કોઈના માટે ઓછો નથી હોતા.

સાથ આમ કંઈ જીવનમાં સૌનો જરૂરી નથી હોતો.
તારી ગેરહાજરીમાં દિલને દુ:ખ ઓછા નથી હોતા.

સફર જિંદગીના કંઈ સરળ નથી હોતા,
હમસફર જો તું હોય જિંદગીથી કોઈ વધારે અપેક્ષા નથી હોતી.

The Audio Version of ‘તારી સાથેનો સફર’

Audio Player

 

Share this:

26 thoughts on “તારી સાથેનો સફર”

Leave a Reply to NipaCancel reply