Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
સ્મરણ – Nikki Ni Kavita

સ્મરણ

લખું તો કોરા કાગળ પર કલમ કહી જાય,
ન બોલું તો પણ મારા નેત્રો બધુ બોલી જાય,
તારી વાતો મારા શબ્દોમાં સમાઈ જાય,
હૃદયમાં વસતી આ ધડકનોની રફતાર વધી જાય,
મારુ મુખ આમ દુનિયા પણ વાંચી જાય,
કંઈક ખાલીપો છે બધા જ કહી જાય,
તારી દૂરી મારા મનને અસ્થ વ્યસ્થ કરી જાય,
કેમ છુપાવું તારી યાદોને જે અશ્રુ બની વહી જાય,
તારું જ સ્મરણ મારા જીવનની ગઝલ બની જાય.

The Audio Version of ‘સ્મરણ’

 

Share this:

18 thoughts on “સ્મરણ”

Leave a reply