સફર જિંદગીનો

આ સફર જિંદગીનો સરળ નથી હોતો.
ક્યારેક તું સાચી ક્યારેક હું સાચો,
આ સમજીને રહીએ તો એટલો અઘરો નથી હોતો.

થોડું તું જતુ કરજે થોડું હું જતુ કરીશ,
આમ મળીને રહીએ તો એટલો અઘરો નથી હોતો.

તારી ખુશીમાં મારી ખુશી જો એ જ રાખીએ નિયમ,
આમ હસીને જીવશુ તો એટલો અધરો નથી હોતો.

ક્યારેક તું માની જજે ને ક્યારેક હું મનાવી લઈશ,
પ્રેમથી રહીશું તો એટલો અઘરો નથી હોતો.

જીવનમાં એકબીજા માટે અને સાથે ઊભા રહેશુ,
તો અઘરો સમય પણ લાંબો નથી રહેતો.

The Audio Version of ‘સફર જિંદગીનો’

 

Share this:

22 thoughts on “સફર જિંદગીનો”

Leave a reply