પ્રેમ નો રંગ

થામયો છે હાથ તારો,
હવે કદીના છોડીશ.
જીવનભરનો સાથ આપણો,
દિલથી હું નિભાવીશ.

સુંદર સોહામણા શબ્દોને હું ,
આમ જ સૂરોમાં પૂરોવીશ.
તારી લાગણીઓને હું ,
મારી કવિતાઓમાં સજાવીશ.

સપના જોતા તારા હું,
હવે કદી ના થાકીશ.
તારા નામની ચૂંદડી ,
જન્મો જન્મ હવે ઓઢીશ.

જવાબના આવે ત્યાં સુધી,
હું કાગળ આમ જ લખીશ.
રાહ જોતા જોતા મૃત્યુ પણ આવે,
હસતા હું એને અપનાવીશ.

કહી દઉં છું તને,
હવે કદીના હું હારીશ.
મારા પ્રેમના રંગમાં ,
રોજ તને રંગાવીશ.

The Audio Version of ‘પ્રેમ નો રંગ’

 

Share this:

24 thoughts on “પ્રેમ નો રંગ”

  1. One more added , super se bhi upper waiting now for your poem published , Amen nikkiben my beautiful poet 🤗😘. Super 4 th stanza . Keep it up !!!

Leave a reply