સંબંધનો વહેણ કંઈક અલગ હોય છે,
પણ તારી સાથે વાત કરવાની મજા કંઈક અલગ હોય છે.
નામ નથી કોઈ કારણ નથી, કામ નથી કે કાજ નથી,
છતાં તારી બકબકની મજા કંઈક અલગ હોય છે.
દિવસો વીતતા જાય છે,તારી ગણવાની આદત મને મલકાવી જાય છે.
અને તારી વાત કરવાની કળા મને ગમતી જાય છે.
નથી કોઈ અપેક્ષા કે નથી કોઈ માંગણી,
તારી બેતુકી વાતોમાં પણ મજા કંઈક અલગ હોય છે.
તારા દિલમાં સ્થાન આપ્યું કંઈક વધારે જ માન આપ્યું ,
તું અને તારી વાતો મારા સમજની બાર હોય છે.
તારા પ્રેમ કે લાગણીના તોલે કદી કોઇ ના આવ્યું ,
તું અને તારી વાતો કંઈક આશીર્વાદ જેવી હોય છે.
તારી સાથે વાતના કરું તો દિવસ ખાખ છે,
દિવસ અધૂરો લાગે જો તારી બકબકના સંભળાય,
તું અને તારી વાતો મારા જીવનમાં ખાસ છે,
તારી સાથે કરેલી વાતોની મજા જ કંઈક ખાસ છે.