Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114 Nikki Ni Kavita – Page 27 – Poems and Musings by Nikki Shah
બાળપણના દિવસો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને મલકાવી જાય છે.
રીક્ષામાં છુપાઈને ખાધેલા ફાફડા જલેબી યાદ આવી જાય છે,
સ્કૂલેથી ભાગી ખાધેલા બ્રાન્ટોના ઢોસા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને હસાવી જાય છે.
ઉપરથી ફેંકેલા સરના માથા પર પડેલા દફતરોની યાદ આવી જાય છે,
મિત્રો સાથેની કાઈનેટીકની સવારી યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને ખડખડાટ હસાવી જાય છે.
સુરતના રસ્તાઓ પર હોર્ન મારી મારીને રખડવાના દિવસો યાદ આવી જાય છે,
કારણ વગર કરેલી સ્કૂલમાં સ્ટ્રાઇકો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને મસ્ત કરી જાય છે.
આખી રાતો મિત્રો સાથે કાળીની રાણી રમવાના દિવસો યાદ આવી જાય છે,
સાંજ પડેને બિલડીંગ નીચે સંતાકૂકડીની મજા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને ખુશ કરી જાય છે.
ભાઈ-બહેન સાથે કરેલા મીઠા ઝઘડા યાદ આવી જાય છે,
પપ્પા-મમ્મીની ક્યારેક પડતી વઢ યાદ આવી જાય છે,
આ યાદો ક્યારેક મારી આંખ ભીની કરી જાય છે.
બાળપણના દિવસો યાદ આવી જાય છે,
હમેશાં મારા મનને શાંત કરી જાય છે.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.
તું અને તારી વાતોની એક આદત થઈ ગઈ,
તારી અને મારી મિત્રતા એક અતૂટ ગાંઠ થઈ ગઈ.
જોત જોતામાં તું આમ મોટી થઈ ગઈ,
પણ હવે મને મૂકીને તું જતી થઈ ગઈ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.
ખૂબ રહી મારી સાથે હવે યુનિવર્સિટીમાં જવા જેવી થઈ ગઈ,
પણ તારા ગયા પછી હું સાવ એકલી થઈ જઈશ.
ઇંગ્લિશની મારી ભૂલોને સુધારતી થઈ ગઈ,
પણ હવે મારી ભૂલો શોધવા હું તને શોધતી થઈજઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.
તારા ગુડનાઈટ હગની (goodnight hug) મને આદત થઈ ગઈ,
પણ તારા હગ (hug) વગર હું સાવ ખાલી થઈ જઈશ.
ખૂબ ખુશ છું કે તું અઢારની થઈ ગઈ,
પણ તું જશે તો હું સાવ એકલી થઈ જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.
તારા લાડ-પ્રેમની પાપાને આદત થઈ ગઈ,
પણ તારા ફોનની (phone) રાહમાં એમની રાતો લાંબી થઈ ગઈ.
દીદીની બૂમોને ઘરની આદત થઈ ગઈ ,
તારા ગયા પછી હું મીતના બંધ દરવાજાને જોતી રહી જઈશ.
પ્રીત તું આજે અઢારની થઈ ગઈ,
પણ કેમ જાણે હું થોડી ઉદાસ થઈ ગઈ.
પ્રગતિનાં પંથે તું આગળ વધતી થઈ ગઈ,
બસ તને ખુશ જોઈને હું હસ્તી થઈ ગઈ.
તને પ્રેમ કરતા કરતા મારી આંખો ભીની થઈ ગઈ,
બેટા તું જશે તો તારા વગર હું એકલી થઈ જઈશ.
પ્રીત સાચે તું આજે અઢારની થઈ ગઈ.
The Audio Version of ‘પ્રીત, તું આજે અઢારની થઈ ગઈ’
On popular demand, you can now listen to my poem! ? ? This idea was in pipeline for a long time but what better day to execute it than on my daughter’s 18th birthday! ☺
The audio version will help me reach out to more people, who can understand but can’t read Gujarati, and will also help me convey the feeling of the poem, the way it was intended.
I hope you all like this new addition to NikkiNiKavita and I can’t wait to hear the feedback from you guys.