જરૂર હતી જેની,મળ્યું અહીં આ ભૂમિમાં મને,
મન મારું ખીલ્યું , થયો અનોખી ખુશીનો અહેસાસ મને..
મૌન સાથે સંગાથ,વળી લાગ્યો ભક્તિનો રંગ,
થયો વસવસમાં આધ્યાત્મિકતાનો અનુભવ મને..
મનમાં ઊઠે છે બસ એક જ પ્રાર્થના,
રાખજે ગિરિરાજ તારી સાથે હંમેશ મને..
અંતરમાં ઉગી છે આ નવી ઉજાસ,
પ્રેમ અને શાંતિનો થયો છે સ્પર્શ મને..
દરેક પગથિયું ચઢતાં થયું હ્રદય ગદગદ મારું,
ભૂલી પડુ તો બોલાવજે તું અહીં વારંવાર મને..
સ્વયં સાથે વિતાવ્યા બે દિવસ,
મળ્યો એક અદભુત અંતરનો આનંદ મને..
શબ્દો ઓછા પડે અનુભવનું વર્ણન કરવા,
મહેસૂસ થઈ રહ્યો છે રગરગમાં,પ્રભુ માટે નો પ્રેમ મને.