આવા ઉદાસ દિવસોને તારી સાથીની નારાજગી,
તું મારાથી આમ નારાજ રે, મને ગમતું નથી.
આમ બેઠા હોઈએ ને આપણે વાત પણ ના કરીએ, આવી આવી આપણી ચૂપી, મને ગમતું નથી.
નજરથી મને જોઈ ને નજર પણ ના મિલાવે,
આવું તારું જોયું નાજોયુ, મારા મનને ગમતું નથી.
સાથે જમતા હોઈએ ને બસ તું આમ ફોન પર હોય,
મારી સાથે વાત પણ ના કરે, મને ગમતું નથી.
રિસામણાંના કોઈ કારણ જ ના હોય ને બસ તું કારણ જ શોધે,
મનમાં આમ વારંવાર ગૂંગળાવું, મને ગમતું નથી.
હું આમ રડતી હોઉં ને તું મને ચૂપ પણ ના રાખે,
મારા ઉપરથી તારી લાગણી ઓછી થાય, મને ગમતું નથી.
આખો દિવસ સાથે હોય ને છતા પણ તું દૂર લાગે,
આમ તારાથી દૂર રહેવું, મને ગમતું નથી.
હું બોલું તું ના સમજે ને તું બોલે હું ના સમજુ ,
આવી અણસમજ મને ગમતી નથી.
વળગીલે મને ને સાથે રડી લઈએ બંને,
આમ એકબીજા વગર સાચે બંનેને કંઈ ગમતું નથી.
The Audio Version of ‘આવું ગમતું નથી’