નવી એક દુનિયા મારી,
એમા તું મળી ગઈ.
એકલી હતી ને,
તું સાથ આપી ગઈ.
પહેલી જ વારમાં તું ,
દિલમાં દસતક કરી ગઈ.
તારી વાતોથી રોજ,
મનને ઠંડક મળી ગઈ.
બધી ચિંતાઓને મારી,
તું પ્રેમથી સાંભળતી ગઈ.
ખોવાઈ જતી ક્યાંક તો,
મારો રસ્તો બની ગઈ.
લાગણી આપીને એવી,
અતૂટ વિશ્વાસ કરાવી ગઈ.
એકલી નથી તું કહીને,
મને સાથ આપતી ગઈ.
યાદ આવી મારા મિત્રોની,
મારા માટે ખભો બની ગઈ.
આ નવી દુનિયામાં ,
તું ફરિસ્તો બની ગઈ.
આવીને મારા જીવનમાં,
તું કરિશ્મા કરી ગઈ.
શબ્દોથી નહી કહી શંકુ
કેટલી તુ મારા માટે ખાસ બની ગઈ.
The Audio Version of ‘ખાસ બની ગઈ’