
સંબંધોમાં નાની મોટી વાતો તો થયા જ કરે અને જે આપણા હોય એની સાથે જ થાય પણ એ અણબનાવ બન્યા પછી વાંક કોનો છે એ નક્કી કરવામાં જીવન પૂરું કરી દેતા હોઈએ છીએ. આજકાલ આ sorry શબ્દ ખૂબ જ સરળ હોવા છતાં આપણે જલ્દી વાપરી શકતા નથી કારણ એમાં ego નડતો હોય છે.
મારું માનવું છે sorry કહી દેવાથી વાતને ટાળી શકાય છે પણ શું એ વાતનું solution આવી જાય છે? આપણને ઘણીવાર ખબર હોય છે કે ભૂલ મારી છે, ખૂબ મહેનત કરી આપણે માફી માંગી લઈએ પણ શું આપણી ભૂલ એકદમ easily માફ કરવાની તાકાત સામેવાળી વ્યક્તિમાં હોય છે?
ભૂલ કરતા વાર નથી લાગતી, માફી માંગતા વાર નથી લાગતી પણ માફી આપતા આપણને કેમ આટલી વાર લાગે છે? અરે માફી આપી દીધા પછી પણ દસ દિવસ પછી વ્યક્તિ સાથે કંઈક પાછું બને તો આપણે જૂની વાતો કાઢીને પણ એને સંભળાવી દઈએ છીએ. એનો મતલબ એમ થાય છે કે આપણે માફી દિલથી આપી શકતા જ નથી. ખૂબ અઘરું છે પણ જો આપણને અંદરથી શાંતિ જોઈતી હોય તો માફી આપીને વાતને ભૂલી જવી જોઈએ નહીં તો આપણને જ તકલીફ થશે.
માફી માંગવી જો અઘરી હોય તો માફ કરવું એનાથી પણ વધારે અઘરું છે એવું મારું માનવું છે. ચાલો માફી માંગવાની શરૂઆત કરીએ તો ક્યારેક માફી મળી જાય અને સંબંધો સચવાઈ જાય.





