મારી ‘મા’

શબ્દમાં જ અતૂટ વિશ્વાસ છે,
જાણે છલોછલ ભરેલો પ્યાર છે,
ખિલખિલાટ એનો ચહેરો છે,

મારી ‘મા’ એકદમ લાજવાબ છે.

સંજોગોમાં ભલે ઘણો બદલાવ છે,
પણ મીઠાશથી ભરેલો એનો વહાલ છે,
વાતોમાં સ્નેહનો ફુવારો છે,

મારી ‘મા’ મારો સહારો છે.

પ્રભુની ભક્તિમાં ઘણી મગ્ન છે,
શ્રદ્ધા એની શીખવા જેવી છે,
વાવાઝોડામાં એ એક છાંયો છે,

મારી ‘મા’ મારો ખુમાર છે.

પ્રેમ એના રગરગમાં છે,
દિલમાં માત્ર એનો દુલાર છે,
ખુશખુશાલ એનો સ્વભાવ છે,

મારી ‘મા’ મારા દરેક સવાલ ને જવાબ છે.

સહનશક્તિ એની ગજબની છે,
સુંવાળી હજુ પણ એની હથેળી છે,
મનને શાંત કરે એવો એનો ખોળે છે,

મારી ‘મા’ પાસે પ્રેમનો ખજાનો છે.

The Audio Version of ” મારી ‘મા’ ”

Share this:

17 thoughts on “મારી ‘મા’”

  1. Wow , wow hats off to you n this poem , Perfect poem for your mum, your each n very words are v perfect for your mum , 💗her from my heart she’s just superb❣️, All mums are as per your description in poem dear . This is top most beautiful poem among all of your poems!!!

Leave a reply