Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
ખુશ રહો – Nikki Ni Kavita

ખુશ રહો

નાનકડી આ જિંદગી છે..
બધી વાતમાં ખુશ રહો.

કોઈ નારાજ થઈ જાય તમારાથી…
દિલથી માફી માંગીને ખુશ રહો.

આપણું જ કોઈ જો દૂર જતુ રહે…
એની યાદોમાં ખુશ રહો.

મિત્રજો બીજા દેશમાં હોય,
એની સાથે વાતો કરીને ખુશ રહો.

વાદવિવાદ થઈ જાય પોતાના જ સાથે….
થોડુ જતું કરીને ખુશ રહો.

કાલ કોણે જોઈ છે…
બધુ જ ભૂલી આજમાં ખુશ રહો.

The Audio Version of ‘ખુશ રહો’

 

Share this:

10 thoughts on “ખુશ રહો”

Leave a reply