કાયમ

આંખોને બંધ રાખી બેઠા હોઈએ છીએ કાયમ,

માટે જ અધૂરા રહી જાય છે સપનાઓ કાયમ!

જોઈ નથી શકતા સારાઈ કોઈ બીજામાં,

હું જ સાચો માની લીધું છે કાયમ!

જગમાં બધા આટલા સુખી હું જ કેમ દુઃખી,
ત્યાંજ તો વળી બળતરા મનમાં થાય છે કાયમ!

કરી દલીલો આખો દિવસ વધારીએ છીએ વાતોને,
આમ જ તો દુખાવીએ છીએ દિલ સૌના કાયમ!

આપીને નામ ધર્મનું સળગાવે છે આગ લોકો મનમાં,
ત્યાંજ કોઈ રહી જાય છે માનવ વચ્ચે ભેદભાવ કાયમ!

થોડું નમીએ ને શાંત થઇને જે બેસી જઈએ,
વસી જઈશું તો જ પ્રેમથી એકમેકના મનમાં કાયમ!

Share this:

16 thoughts on “કાયમ”

Leave a reply