Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114
જીંદગી બદલાઈ ગઈ – Nikki Ni Kavita

જીંદગી બદલાઈ ગઈ

તારા પગલા પડ્યાને જીંદગી બદલાઈ ગઈ,
અમારા જીવનમાં હંમેશ માટે ખુશી છવાઈ ગઈ.

કાલીઘેલી વાતો તારી સમજણથી ભરાઇ ગઈ,
સૌના દિલમાં ઘર કરી તું હંમેશ માટે સમાઈ ગઈ.

વાતવાતમાં અકળાવાની આદત તારી પપ્પા ને ગમતી ગઈ,
લોકો સમજે કેના સમાજે આ લાગણી મને સમજાઈ ગઈ.

મારા જીવનનો સાથીદાર અને રાઝદાર તું બની ગઈ,
ખાસ મિત્ર બની મારી બધી ચિંતાઓને ઉકેલતી ગઈ.

આટલી જલ્દી મોટી થઇ જશે એ સવાલમાં હું ખોવાઈ ગઈ,
શું કરીશ તારા વગર વિચારમાંજ હું ભરાઈ ગઈ.

જોતજોતામાં લગ્ન ની તારીખ પણ લખાઈ ગઈ,
આંખો અમારી વારંવાર ખુશીથી ભીંજાઈ ગઈ.

ખુશ જોઈને તને હસતા હું શીખી ગઈ,
આજ છે જીવનની સચ્ચાઈ હવે મને સમજાઈ ગઈ.

એક નહિ ને બે પરિવારના પ્રેમને લાગણીમાં તું નવાઈ ગઈ,
જોઈ તને ને રિષ સાથે હું હંમેશા હરખાઈ ગઈ.

જીવજે હંમેશા ખુમારી થી એ જ વાત કહેવાઈ ગઈ,
પ્રેમ મળે તને હંમેશા દિલથી બસ એજ દુઆ અપાઈ ગઈ.

The Audio Version of ‘જીંદગી બદલાઈ ગઈ’

 

Share this:

28 thoughts on “જીંદગી બદલાઈ ગઈ”

  1. You made me cry yaar❤️ It’s absolutely soo well expressed !!! This will be a treasure for Preet.

Leave a reply