“નીકીની કવિતાને વર્ષ થઈ ગયું,
આજે મારું સપનું હકીકત બની ગયું.”
આપણા બાળકનો પ્રથમ જન્મદિવસ હોય એવી એક લાગણીનો અનુભવ કરું છું. એવી એક ખુશી જેને શબ્દોમાં વ્યક્ત કરવી મારા માટે ખૂબ જ અઘરી છે. કવિતા લખવાની પ્રેરણા મિતેન પાસેથી શરુ થઈ. પ્રીત-મીત એક તાકાત બનતા ગયા અને હમેશાં મારુ પ્રોત્સાહન બનતા ગયા. રોજની બનતી અને ઘણી પરિસ્થિતિઓ શબ્દોમાં રચાતી ગઈ અને નીકીની કવિતા બસ આમ લખાતી ગઈ.
“શબ્દોની રચનાઓથી કવિતા બનતી ગઈ,
મારા રસ્તાને જાણે મંજિલ મળતી ગઈ.”
સૌ પ્રથમ નીલ, એક મિત્રનો આભાર માનું છું કારણ નીકીની કવિતાનો પાયો જ વર્ષ પહેલા એને નાંખ્યો હતો. કેમ તારી કવિતા બસ તારા સુધી રહે? એમ કહી આ blog ની શરૂઆત એને કરી.
દર રવિવારે છેલ્લા એક વર્ષથી નીકીની કવિતા દરેક વાચક સુધી પહોંચાડી રહી છું. જોત જોતમાં મારા શબ્દોમાં સમાયેલી લાગણી કે પછી દર્દ અને નીકીની કવિતા ના વાચક વધતા ગયા. આજે દરેક વાચકનો હું દિલથી આભાર માનું છું. બસ આમ જ મને પ્રોત્સાહન આપતા રહેજો એ જ વિનંતી. 🙏
Keep it up
Thank you! 🙏🏼
Congratulations keep up
Thank you 🙏🏻
Way to go દોસ્તાર! 👏
I am so happy for you. 😊
Thank you so much for everything 🤗
keep going…. proud of you … waiting for your book now…. keep writing …heartly congratulations..
Thank you so much.