હૃદયનો ધબકાર

કહી દઉં મારો લાડલો તો કંઈ ખોટું નથી,
મારા હૃદયમાં વસ્યો ધબકાર તો કંઈ ખોટું નથી.

કહી દઉં લાગણીનો સાગર, સૌના હૈયે વસ્યો ,
પ્રેમની પરબ, મિત્રોની મિત્રતા તો કંઈ ખોટું નથી.

કહી દઉં તને સત્ય વચન તો કંઈ ખોટું નથી,
હર એક કપટથી દૂર તો કંઈ ખોટું નથી.

કહી દઉં મારો લાડલો તો કંઈ ખોટું નથી,
મારા હૃદયમાં વસ્યો ધબકાર તો કંઈ ખોટું નથી.

ધર્મ સમજીને આચરે,
ઘણું તારી પાસે શીખવા મળે,સૌની સંભાળ રાખે,
પણ સૌ પ્રથમ “મા” ને રાખે એમા કંઈ ખોટું નથી.

કહી દઉં મારો લાડલો તો કંઈ ખોટું નથી,
મારા હૃદયમાં વસ્યો ધબકાર તો કંઈ ખોટું નથી.

સ્ત્રીઓનું સન્માન કરે, વડીલોનું માન કરે,
દીદીને દુલાર પણ કરે છે તું,
માતા-પિતાનું ધ્યાન રાખે છે એમા કંઈ ખોટું નથી.

કહી દઉં તને સરળ હૃદયનો તો કંઈ ખોટું નથી,
કંઈક અદ્ભુત છે તારામાં તો કંઈ ખોટું નથી.

રહેશે મારી અંતિમ પળ સુધી એમા કંઈ ખોટું નથી
મીત, મારા હૃદયનો હર એક ધબકાર છે તું
એમા કંઈ ખોટું નથી.

કહી દઉં મારો લાડલો “મીત”તો કંઈ ખોટું નથી,
મારા હૃદયમાં વસ્યો ધબકાર તો કંઈ ખોટું નથી.

Happy 14th Meet,

I have always believed that miracles happen to one in a billion but I have never thought that I would be among the lucky ones until I had you, my beloved Son. Neverending love, undivided attention, eternal pampering, everlasting affection and endless care, are few of the many things I can always do for you. Stay happy and have an amazing birthday! ? ? ? ? ?

Share this:

12 thoughts on “હૃદયનો ધબકાર”

  1. What a beautiful poem. I can picture it in my mind. So lovely! The flow the discreption are all so wonderful! True n best bonding n love of a mother for his son . Meet you r very lucky . Happiest Birthday Meet , stay blessed !!!!?

Leave a reply