હિંમત બાકી નથી

એવું નથી કે તારી લાગણી ને સમજતી નથી,
પણ વાત હવે કંઈ મારા હાથમાં રહી નથી.

ઠપકા મારા કદાચ તને હવે ગમતા નથી,
પણ એની પાછળનો પ્રેમ કેમ તને દેખાયો નથી.

એવું નથી કે સપના સૌના પૂરા થતા નથી,
પણ કોઈને દુખી કરીને એને જીવાતા નથી.

ખુશી તને આપવામાં કોઈ કસર બાકી નથી,
છતાં મારા પ્રેમને સમજવામાં તે થોડી સમજણ રાખી નથી.

બોલવાનું મારું તને હવે ગમતુ નથી,
ને તુ રડી જાય તો મારું પણ મન શાંત રહેતુ નથી.

કેટલીય મહેનત કરી પણ લાગણી મારી દેખાતી નથી,
શું કરુ, તુ જ કહે હવે મારામાં કોઈ હિંમત બાકી નથી.

The Audio Version of ‘હિંમત બાકી નથી’

 

Share this:

24 thoughts on “હિંમત બાકી નથી”

Leave a reply