ગાઢ મિત્રતા

તું છે મારી સાથે જીવનમાં,
એટલે જીવવાનાં મજા છે દોસ્ત.

વિશ્વાસની જ્યારે પણ વાત થાય,
તો તું યાદ આવે મને દોસ્ત.

અડધી રાતે પણ કામ પડે,
હંમેશા તું ત્યાં જ દેખાય દોસ્ત.

તારી સાથે બેસું અને કાંઈ ના બોલું ,
તો પણ સમજે તું મને દોસ્ત.

હસતા હસતા જે ઝરે અશ્રુ તારા,
લાગણીઓ તારી બોલી જાય દોસ્ત.

અપેક્ષા વગર હંમેશા સાથે હોય,
બધાનું જ તું કામ કરે દોસ્ત.

નસીબ જો ખૂબ સારા હોય,
તો જ મળે તારા જેવા દોસ્ત.

ચલ હવે કાળું ટીકું કરી દઉં,
આપણી દોસ્તીને નજરના લાગી જાઈ દોસ્ત.

The Audio Version of ‘ગાઢ મિત્રતા’

Audio Player

 

Share this:

13 thoughts on “ગાઢ મિત્રતા”

Leave a Reply to RupalCancel reply