
તારાથી જ તો છે આ હાસ્ય મારું,
તારા પર જ તો છે વિશ્વાસ મને..
કેમ કરીને સમજાવું તને?
કેટલાય થાય છે ઝઘડા કે વિવાદ ભલેને,
વિતાવેલો સમય યાદ આવે છે મને..
કેમ કરીને સમજાવું તને?
તું યાદ કરે કે ના પણ કરે,
ક્યારે મળ્યા એ તારીખ ને વાર યાદ છે મને..
કેમ કરીને સમજાવું તને?
માનું છું થોડી અલગ છું ને જિદ્દી પણ,
દિલથી પ્રેમ ભરપૂર કરું છું..
કેમ કરીને સમજાવું તને?
છોડને આ ખોટી નારાજગી બધી,
તારા વગર ગમતું નથી મને..
કેમ કરી સમજાવું તને?









