આવો મિત્ર કયાં મળે?

મિત્ર ઘણાં મળે તારા જેવા ક્યાં મળે?
ના રાત જુએ ના દિન, મદદ કરવા તતપર ક્યાં કોઈ મળે?

ગુસસાને હંમેશા છુપાવી હસતા લોકો ક્યાં મળે?
ના ગમતી વાતો પણ સાંભળીને ચૂપ રહેનાર ક્યાં મળે?

તારી મૂંઝવણ મારી મૂંઝવણ એમ સમજનારા ક્યાં મળે?
દૂર બેઠા હોય પણ હંમેશા સાથે રહેતા સરળ લોકો ક્યાં મળે?

વચન આપીને અંત સુધી મિત્રતા નિભાવનાર ક્યાં મળે?
મગજને શાંત રાખી નવું માર્ગદર્શન આપનાર ક્યાં મળે?

તુ આગળ વધે ને તારુ એક નામ થાય એવું કરનાર કયાં મળે?
અપેક્ષા વગર માંગણી પૂરી કરનાર કયાં મળે?

કૃષ્ણ સુદામા જેવી મિત્રતા આજે ક્યાં જોવા મળે?
અભિમાનથી કહી શકુ,
આ બધું મને તારી મિત્રતામાં હંમેશા જોવા મળે.

The Audio Version of ‘આવો મિત્ર કયાં મળે?’

 

Share this:

24 thoughts on “આવો મિત્ર કયાં મળે?”

Leave a reply