પ્રેમની વ્યાખ્યા

તમે હ્રદયના ઊંડાણમાં વસ્યા છો એવા કે,
યાદોનાં સ્પર્શથી અશ્રુઓ છલકાઈ છે.

પુષ્પની મહેંક જેવી આત્મીય વાતો,
ન સંભળાતા મન કરમાઈ છે.

પ્રેમથી ભરેલા છો એવા કે,
બસ એમાં જ આળટોવાનું મન થાય છે.

ગુણોના ભંડાર છો એવા કે,
અવગુણો અમારા શરમાઈ છે.

લાગણી તમારી અમો સર્વ પર,
હ્રદયને સ્પર્શી જાય છે.

રણકતો અવાજ અને હાસ્ય તમારુ ,
મનને પ્રોત્સાહિત કરી જાય છે.

જીવનની દરેક ખુશી અમને આપનારા,
તમારા પર જીવન નિછાવર કરવાનું મન થાય છે.

The Audio Version of ‘પ્રેમની વ્યાખ્યા’

 

Share this:

17 thoughts on “પ્રેમની વ્યાખ્યા”

Leave a reply