આભાર માની લેજો

કોઈ કંઈક થોડું પણ કરે,
આભાર જરૂરથી વારંવાર માની લેજો..
દિલ તો એનું પણ નરમ છે,
થોડું માન એને પણ આપી લેજો..

દિલ દરેકનું નબળું હોય છે,
એના દિલને પણ સમજી લેજો..
તમારી જ નહીં પણ,
એની પરિસ્થિતિ પણ વિચારી લેજો.

પ્રશંસા તમને પણ ગમે,
તો થોડી એમની પણ કરી લેજો..
ના ગમતું પણ કોઈ કંઈક કરે,
એની જગ્યા પર ખુદને મૂકી જોઈ લેજો.

સંબંધો સાચવવાના પ્રયત્નોમાં,
ખુદને પણ સંભાળી લેજો..
લોકોને બસ બોલવાની આદત છે,
ના સાંભળ્યું કરીને આગળ વધી જજો.

કોઈ કંઈક થોડું પણ કરે,
આભાર જરૂરથી વારંવાર માની લેજો..
દિલ તો એનું પણ નરમ છે,
થોડું માન એને પણ આપી લેજો.

આભાર માની લેજો – Audio Version

Share this:

6 thoughts on “આભાર માની લેજો”

Leave a reply