_____કોરોના, આજકાલ બધાની પાસે આજ વાતો કરવા માટે અને સાંભળવા માટે છે. સાચું છે ને? આટલા વર્ષોમાં મેં કયારેય પણ સમાચાર જોયા નથી કે વાંચ્યા નથી, પણ પહેલીવાર માં જ મેં હદ કરી દીધી છે. રોજ સવાર પડે ને શું થયું? કંઈક સુધર્યું? કેટલા નવા કેસ અને કેટલી નવી મોત થઈ? કેટલું માર્કેટ પડ્યું? જાણું છુ બધા જ એક shock માં છે પણ આ સમય પણ વીતી જશે. શ્રધ્ધા એક ખૂબ મોટો અને સરસ શબ્દ છે રાખશું તો જલ્દી બધું બરાબર થઈ જશે.
_____આ બધી ચિંતા બરાબર છે પણ સાથે આપણને એક એવો સરસ અવસર મળ્યો છે કે જ્યારે આપણે આ દોડધામવાળા જીવનથી થોડો આરામ લઈને પરિવારની સાથે સમય વિતાવી શકીએ છીએ. એટલું જ નહીં આપણી ઘણી અધૂરી ઈચ્છાઓ કે સપનાઓ જે સમયના કારણે અટકતા ગયા હવે પૂરા કરી શકીએ છીએ. માનું છું સામે આવતી મુશ્કેલીઓ સરળ નથી પણ શું તમારી પાસે બીજો કોઈ ઉપાય છે.શાના માટે ચિંતામાં દિવસ પૂરો કરવો? આવા સમયમાં પોઝિટિવ રહેવાનું અઘરું છે પરંતુ એટલું જ પોઝિટિવ રહેવું જરૂરી પણ છે. પ્રયત્ન કરીને જુઓ તમારી પાસે જે સમય ક્યારે પણ નહોતો હવે એ તમારો છે. આજે જે સમય તમને બળકો કે પત્ની કે માતા પિતા સાથે મળી રહ્યો છે એ ખૂબ અનમોલ છે. કોરોના એ ઘણાં જીવ લીધા પણ આપણા જેવા ને જીવન જીવવાની એક તક ફરીથી આપી છે. દિવસના દરેક meal આપણે હમણાં પરિવારસાથે બેસીને કરીએ છીએ અને આવા અઘરા સમયમાં પરિવાર આપણી સાથે ને સાથે છે. જે થાય છે એ સારા માટે જ થાય છે, જો એ વાત મનથી માની લેશું તો દિલથી ખુશ રહેતા પણ આવડી જશે.
_____સમય છે એનો ઉપયોગ કરી લઇએ, શું નથી એના કરતા શું આપણી પાસે હમણાં છે એને માણી લઈએ કારણકે આ દિવસો પણ વીતી જશે.
Thank you. 🙏🏼
The Audio Version of ‘આ દિવસો પણ વીતી જશે….’
This is very well written and is need of the hour. 👏🏼
Reminds me of the quote, ‘Stay Positive. Better days are on their ways.”
Thank you 😊
True one should always b positive whatever situation comes!!! Nice one Nikkiben 🌹
Thank you 😊
I totally agreeing with u , stay safe .
Thank you 😊
So true Niks these days have also given us alots which we never use to value before and yes these days are
Thank you 😊
Very true, stay positive, be happy!
Thank you 😊
B+.u r always +
Thank you 😊
Very true stay positive
Thank you 😊