શબ્દો શોધતું મન

આજે શબ્દો મળતા જ નથી,
કવિતા લખવા દિલ બેઠું છે,
પણ કાગળ ખાલી જ રહી જાય છે..

દિવસો પસાર થાય છે શાંતિમાં,
જાણે બધું ધીમી ધીમીગતિ પર ચાલે છે,
ને મન વ્યાકુળ થતું જાય છે..

દિલમાં ઘણું કહેવા માટે છે,
પણ શબ્દો રસ્તો જ શોધતા નથી,
આ મૂંઝવણ કેમ આમ વધતી જાય છે..

હાસ્ય છે કે દુઃખ છે,
કે બસ શાંતિ જ છે,
સમજાતું નથી આ શું લાગણી આવતી જાય છે..

કદાચ આ પણ એક પળ છે જીવનની,
જ્યાં કેટલીય લાગણીઓ છે,
પણ કવિતા લખવા માટે શબ્દો મન શોધતુ જાય છે.

શબ્દો શોધતું મન – Audio Version
Share this:

કાલની ચિંતા કેમ?

સમય થોડો અઘરો છે,
તોફાને દુનિયા ચડી છે..

મનના ખૂણે ભય ભર્યો છે,
ને વિચારો અંધારામાં ફરે છે..

કોઈ ઘર છોડીને ભાગે છે,
કોઈના આંખમાં આંસુ લાવે છે..

સમાચારના દરેક શબ્દથી,
લોકોના દિલનો ધબકાર વધે છે..

પણ વિચારીએ થોડું શાંત થઈને,
શા માટે આટલું ડરવું છે?

મૃત્યુ તો એક દિવસ આવવાનું જ,
એનાથી શાના માટે ગભરાવવું છે?

કાલે શું થશે? કોને ખબર છે?
ચિંતા શા માટે એની કરવી છે?

કરી લો બસ નક્કી,
જિંદગી જેટલી બાકી છે,
દિલ ખોલીને ખુશીથી જીવવી છે.

કાલની ચિંતા કેમ? – Audio Version
Share this:

ક્યારે થોડી ડરી જાઉં છું

સવારની પહેલી કિરણ મને ખૂબ વહાલી લાગે,
પણ રાતના અંધકારથી ડરી જાઉં છું..

સૂર્યના કિરણોનો તેજ મને ખૂબ ગમે,
પણ તાપની ગરમીથી ડરી જાઉં છું..

ફૂલોની કોમળતા મને ખૂબ વહાલી લાગે,
પણ કાંટાથી ડરી જાઉં છું..

ખુલ્લા દિલથી હસવું મને ખૂબ ગમે,
છતાં ક્યારેક રૂદનથી ડરી જાઉં છું..

સુખી રહેવું સૌને ગમે,
પણ થોડા દુઃખથી કેમ ડરી જાઉં છું..

તારી સાથે વિતાવેલી પળો મને ખૂબ ગમે,
પણ તારાથી દૂર થવાના ડરથી હલી જાઉં છું..

દોસ્ત, તને મારી યાદ તો આવશે ને?
એ પ્રશ્ન વિચારતા પણ રડી જાઉં છું

P.S. I wrote this poem 15 years ago for a friend who was moving from Antwerp to Dubai.

ક્યારે થોડી ડરી જાઉં છું – Audio Version

Share this: