અરીસાની નજરમાં, ખુદને પ્રેમથી નિહાળું છું,
કોઈ કંઈ પણ કહે હું ખુદને ખૂબ ચાહું છું.
લખીને મનને ખાલી, વાંચીને મનને રીઝાવું છું,
કોઈ કંઈ પણ કહે એકાંતમાં પણ ખૂબ ખૂદને માણું છું.
શરીરની સ્વસ્થતા સાથે ધ્યાન કરી મનને પણ સંભાળું છું,
કોઈ કંઈ પણ કહે હું ખુદની હંમેશા ખૂબ કાળજી કરું છું.
વાંચો તો ખુલ્લી કિતાબ નહીં તો સમજની બહાર છું દોસ્ત,
કોઈ કંઈ પણ કહે હું મારા જ દિલ પર રાજ કરું છું.
ક્યારે કડક તો ક્યારેક નરમ બની જાઉં છું,
કોઈ કંઈ પણ કહે મને ગમે એ જ રસ્તો અપનાવું છું.
દુનિયા ફરતા ફરતા બધા શોખ પૂરા કરું છું,
કોઈ કંઈ પણ કહે હું મજાથી જિંદગીને જીવું છુ.
આવી જ થોડી ગાંડી છું દોસ્ત,
મારા જ જન્મદિવસ પર ખુદને ‘Happy Birthday Nikki’ કહું છું,
કોઈ કંઈ પણ કહે ખુદને હંમેશા ખૂબ ચાહું છું.