Deprecated: Class Jetpack_Geo_Location is deprecated since version 14.3 with no alternative available. in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6114 November 2020 – Nikki Ni Kavita
આમ તો તું મારાથી નાની ને ગોટી થી મોટી કેહવાય,
પણ નાના સાથે નાના ને મોટા સાથે મોટા થતાં તારી પાસે શીખાય,
મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય.
તારી હાજરી થી આખું વાતાવરણ મેહકાય,
પછી એ ફોટોગ્રાફી થી ફન હોય, પણ તારા સાથમાં બધા નાચતા કૂદતાં જણાય,
મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય.
શીખવાની ના કોઈ ઉંમર જણાય,
કવિતા હોય કે રમત ની હરીફાઈ, કે હોય પછી પેન્ટીગ કે ફેશન હાઇફાઇ, મહત્વ તારું કઇ રીતે મપાય?
મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય.
તારા માટે તને તારું કુંટુબ સર્વ જણાય,
અમે તારા કુટુંબ માં છીએ એ અમારું ભાગ્ય કહેવાય,
મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય.
તારા આ જન્મદિવસ પર બીજું કેટલું લખાય?
બસ હમેશા તું ખુશ અને સ્વસ્થ રહે એવા અંતરથી આશીર્વાદ અપાય,
મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય.
~ નિરવ, વીરલ, વિનીત, નીવ નો ખુબ બધો પ્રેમ ️❤️
The Audio Version of ‘મારી નિક્કી તારા માટે કેટ કેટલું લખાય’
“મારી બહેના”
જ્યારે મને કોઈની જરૂર હોય છે, ‘એક ક્ષણ નો વિચાર’ કર્યા વગર મારી પાસે હોય છે “મારી બહેના.”‘ખાનગી એક વાત’ નહીં મારી બધી વાત શેર કરી શકું એવી છે” મારી બહેના.”
મારી ‘લાગણી ની કદર’ હંમેશા કરતી અને એન્ટવર્પ માં મને પિયર ની કમી મહેસુસ ન કરવા દેતી એવી છે “મારી બહેના.
“જો એની માટે ‘પ્રશંસાના બે શબ્દ’ કહું તો મસ્તીમાં મસ્ત રહેનારી, દરેક પાર્ટી ની જાન છે “મારી બહેના.”
આજે પણ ખાલી જ્યારે તું એન્ટવર્પ થી ફરવા માટે જાય છે, ‘તારી યાદ મને આવી જાય છે’ “મારી બહેના.”
અરે, હવે ‘મને તારી આદત પડતી જાય છે’ ત્યારે તું દુબઈ જવાની વાત કરે છે “મારી બહેના.”
તારો સાથ જ્યારે ગહેરો થતો જાય છે, ત્યારે ‘મને મૂકીને કેમ જાય છે?’ “મારી બહેના.”
તું જ્યાં પણ હશે તારી યાદ આવશે ત્યારે ,એક ‘નાનકડું સ્મિત’ જરૂર આવશે મારા મુખ પર “મારી બહેના.”
આજે તારી જ એક કવિતાની પંક્તિ યાદ આવે છે “મારી બહેના”,
ક્યારેક સરળ હોય છે, ક્યારેક અઘરું હોય છે પણ પરિસ્થિતિની સ્વીકારવું ખૂબ જરૂરી હોય છે.
~ નીપા ‘ગોટી’
The Audio Version of “મારી બહેના”
મારી લાડકી નીકી
સદાય હસતી રમતી મારી લાડકી નીકી,
લાગણી નો ભંડાર મારી લાડકી નીકી,
સૌની કાળજી લેતી મારી લાડકી નીકી,
હંમેશ પ્રેમ વરસાવતી મારી લાડકી નીકી,મારી
ખુશીમાં ખુશ અને મારા દુઃખમાં દુઃખી મારી લાડકી નીકી,
દરેક સંબંધોને પૂરતો ન્યાય આપતી મારી લાડકી નીકી,
કપડાં અને ફેશનની શોખીન મારી લાડકી નીકી,
ધર્મ પ્રેમી અને હંમેશા તપસ્યા કરતી મારી લાડકી નીકી,
મારી ખુશી માટે બીજા સાથે ઝઘડીલેએવી છે મારી લાડકી નીકી.