ઉદાસી

ઉદાસી તું કયાંથી આવી?
ઉદાસી એ મને પણ માથે ચઢાવી!

થોડું દુ:ખ લાગ્યું કે તરત જ,
ઉદાસી એ કવિતાઓ લખાવી.

કેટલીય હસતી યાદો હોય મનમાં,
ત્યાં પણ ઉદાસી એ જગ્યા પડાવી.

પ્રેમથી ભરેલાં સંબંધો તૂટ્યા,
ત્યાં એ ઉદાસી એ ધાડ બોલાવી.

આમ તો  મજબૂત છે મારું મન,
છતાં ઉદાસી એ મને પણ રડાવી.

The Audio Version of ‘ઉદાસી’

 

Share this:

24 thoughts on “ઉદાસી”

  1. તારી કવિતાઓ માં શબ્દો ની ઘટમાળ માનવ ને ઝંઝોળી મુકે… બહુજ સરસ 👍🏻

Leave a reply