ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ

_____હું અત્યારે બધાંને એજ કહેતા સાંભળી રહી છું કે આ ૨૧ દિવસો કેવી રીતે જશે?? એક દિવસ જ ખૂબ લાંબો લાગે છે. સાચે જ ઘણા માટે અઘરું હશે પણ મારા જેવા પણ હશે જે આ સમયને દિલથી માણી રહ્યા હશે. થોડી વાત કરી લઉં કે તમે બંધ ઘરમાં શું કરી શકો છો?

  1. શરીર પાછળ એક કલાક આપો. જે કસરત કરવાનો સમય તમને નહોતો મળી રહ્યો હવે ઘણો સમય તમારી પાસે છે અને ઈન્ટરનેટ પર ઘણા ૩૦ મિનિટ, ૧ કલાકના યોગા, ડાન્સ કે ઘણી બીજી કસરતોના વીડીયો તમવે જોવા મળશે તો એ જોઈને સમયનો સદુપયોગ કરો.
  2. વાંચવાની શરૂઆત કરો. દરરોજ એક પેજથી ચાલુ કરો અને ઘીરે ઘીરે બુક પૂરી કરો.
  3. પરિવાર સાથે બેસીને કોઈપણ ગેમ કે કાર્ડ રમો કે પછી બસ વાંચો કરો. આવો સમય જલદી પાછે નહીં જ મળશે.
  4. ઈન્ટરનેટ પરથી નવી નવી વસ્તુઓ શીખો, નવી ભાષા શીખો જે તમને ક્યારથી શીખવી હતી.
  5. ઘરના કામકાજમાં તમારી મમ્મી કે પત્નીની મદદથી કરો.શાક સમારી આપો , કચરા પોતા કરી આપો કે પછી ચા બનાવી આપો.
  6. લખવાનો શોખ હોય તો લખવાની શરૂઆત કરો. એકદમ ઉતમ સમય છે. એકાંત પણ છે, નોટબુક અને પેન તો તમારી પાસે હંમેશા હશે જ.
  7. ૫ થી ૧૦ મિનિટ ધ્યાન કરો. મનને એકાગ્ર કરો, પોતાની સાથે સમય વિતાવો.
  8. એકાદ કલાક ટીવી જુઓ પણ વધુ નહીં કારણકે એમાં તમને કંઈ શીખવા નથી મળતું અને honestly મને ઓછું ગમે છે.
  9. Painting, art, craft નો શોખ હોય તો એનો પ્રયત્ન કરો. આજે તમારી પાસે આ સમય છે કાલે નહીં જ હોય.
  10. દરરોજ એક કબાટ સાફ કરવાનું નક્કી કરો અને ધીમે ધીમે આખા ઘરમાં રહેતો નકામો કચરાને કાઢી નાંખો. આજે આ સમય તમારો જ છે.
  11. એકદમ પોઝિટિવ વિચારો કારણકે તમને દિવસો સારી રીતે અને કંઈક નવું શીખવા માત્ર તમારુ જ મન મદદ કરી શકે છે નહીં કે કોઈ બીજું.

_____નથી કરવું તો એક જ વસ્તુ કે news થોડા ઓછાં જોવા કારણકે એના કારણે તમારું મન નેગેટિવ થઈ જાય છે તો નક્કી કરો હું દિવસમાં એક જ વાર news જોઈશ.

_____આવી ઘણી વસ્તુઓ છે જે તમે કરી શકો છો પણ જો તમારું મન હોય તો માટે સૌ પ્રથમ તમારા મનને સ્વસ્થ કરીને મક્કમ બનાવી લો. આ તથા હાથમાંથી નહીં થવા દેતા કારણકે આજે મળી છે કાલે જોઈતી હશે ત્યારે પણ નહીં જ મળે.

Thank you. 🙏🏼

The Audio Version of ‘ઘરમાં રહીને પણ ઘણું કરી શકીએ છીએ’

 

Share this:

આ દિવસો પણ વીતી  જશે….

_____કોરોના, આજકાલ બધાની પાસે આજ વાતો કરવા માટે અને સાંભળવા માટે છે. સાચું છે ને? આટલા વર્ષોમાં મેં કયારેય પણ સમાચાર જોયા નથી કે વાંચ્યા નથી, પણ પહેલીવાર માં જ મેં હદ કરી દીધી છે. રોજ સવાર પડે ને શું થયું? કંઈક સુધર્યું? કેટલા નવા કેસ અને કેટલી નવી મોત થઈ? કેટલું માર્કેટ પડ્યું? જાણું છુ બધા જ એક shock માં છે પણ આ સમય પણ વીતી જશે. શ્રધ્ધા એક ખૂબ મોટો અને સરસ શબ્દ છે રાખશું તો જલ્દી બધું બરાબર થઈ જશે.

_____આ બધી ચિંતા બરાબર છે પણ સાથે આપણને એક એવો સરસ અવસર મળ્યો છે કે જ્યારે આપણે આ દોડધામવાળા જીવનથી થોડો આરામ લઈને પરિવારની સાથે સમય વિતાવી શકીએ છીએ. એટલું જ નહીં આપણી ઘણી અધૂરી ઈચ્છાઓ કે સપનાઓ જે સમયના કારણે અટકતા ગયા હવે પૂરા કરી શકીએ છીએ. માનું છું સામે આવતી મુશ્કેલીઓ સરળ નથી પણ શું તમારી પાસે બીજો કોઈ ઉપાય છે.શાના માટે ચિંતામાં દિવસ પૂરો  કરવો? આવા સમયમાં પોઝિટિવ રહેવાનું અઘરું છે પરંતુ એટલું જ પોઝિટિવ રહેવું જરૂરી પણ છે. પ્રયત્ન કરીને જુઓ તમારી પાસે જે સમય ક્યારે પણ નહોતો હવે એ તમારો છે. આજે જે સમય તમને બળકો કે પત્ની કે માતા પિતા સાથે  મળી રહ્યો છે એ ખૂબ અનમોલ છે. કોરોના એ ઘણાં જીવ લીધા પણ આપણા જેવા  ને જીવન જીવવાની એક તક ફરીથી આપી છે. દિવસના દરેક meal આપણે હમણાં પરિવારસાથે બેસીને કરીએ છીએ અને આવા અઘરા સમયમાં પરિવાર આપણી સાથે ને સાથે છે. જે થાય છે એ સારા માટે જ થાય છે, જો એ વાત મનથી માની લેશું તો દિલથી ખુશ રહેતા પણ આવડી જશે.

_____સમય છે એનો ઉપયોગ કરી લઇએ, શું નથી એના કરતા શું આપણી પાસે હમણાં છે એને માણી લઈએ કારણકે આ દિવસો પણ વીતી જશે.

_____Stay home, stay safe, and stay healthy.

Thank you. 🙏🏼

The Audio Version of ‘આ દિવસો પણ વીતી  જશે….’

Share this:

જિંદગી તારે નામ

ખાલી છે ગુમસુમ દુનિયા તારી,
લાવ ભરી દઉં પ્રેમથી જિંદગી તારી.
નથી દેતા સૌ દગો, જોઈલે આંખોને ખોલી તારી.
કરીને જો વિશ્વાસ થોડો, ઊભી છું હું પડખે તારી.
કેમ રહે છે અતડો તું સૌથી?
ફીતરત નથી સરખી સૌની, સમજી લે વાત કરું મારી.
નજરો ફેરવીને જોઈલે હવે તુ તારી,
સમજે છે એટલી નથી કંઈ દુિનયા ખારી.
થામીને મારો હાથ તું ફરીલે,
જિંદગીની દરેક પળ લાગશે તને સારી.
એકવાર બનાવીને જોઈલે તું મને તારી,

લખી દઈશ જિંદગી તારે નામ હું મારી.

The Audio Version of ‘જિંદગી તારે નામ’

Share this:

જવાબ આપી દે

આવતા જતા થોડો હાલચાલ પૂછી લે,
ઘડીક બેસી થોડી વાતચીત તો કરી લે,
હાથ પકડી મારો સાથ થામી લે,
લાગી છે લગની એવુ એક વચન આપી દે,
ખાલી મારા મનને સ્નેહ થી હવે તો તું ભરી દે,
લખી લખીને થાકી મારા શબ્દો ને વાંચી લે,
આપણા આ સંબંધને હવેતો એક નામ આપી દે,
પ્રેમ છે કે નહી ઈશારાથી બસ કહી દે,

કંઈ નહીં તો મારા એક સવાલનો જવાબ તું આપી દે!

The Audio Version of ‘જવાબ આપી દે’

 

Share this: