કેવા હતા બાપુજી

બાપુજી મારા સૌ પર ખૂબ લાડ લડાવતા,
દીકરાઓમાં શ્વાસોશ્વાસ એમના વસતા ,
દીકરીઓને પલકો પર હમેશાં રાખતા,
લાડ સૌ પર ભારોભાર વરસાવતાં,
તકલીફ પડે તો ક્યારેય કદી કંઈના બોલતા,
સમતાના સંસ્કાર અમને બધાને આપતા,
પરિવારને સાથે રાખીને હમેશાં ચાલતા,
બા નું જે ખૂબ ધ્યાન રાખતા,
મૂડી કરતા વ્યાજ ખૂબ વહાલું સૌને એ કહેતા,
નીકી મીકી ચીકી કહીને મને બોલાવતા,
કાયનેટીક પર સાથે મારી આવતા,
વીડીયો કોલમાં બસ આવીજા આવીજા કહેતા,
પુસ્તકો નવી નવી ખૂબ વાંચતા,
જીદે ચડે તો બાળક જેવા લાગતા,
મોટા અવાજે કોઈને કદીના બોલતા,

બાપુજી મારા સૌ પર ખૂબ લાડ લડાવતા.

The Audio Version of ‘કેવા હતા બાપુજી’

Share this:

આભાર

રવિવાર રવિવારની આ વાત છે,
તમારીને મારી વચ્ચે ગજબની ગાંઠ છે.

સપનાઓ ભલેને બધા મારા છે,
સાકાર કરવામાં આપ સૌનો જ હાથ છે.

શબ્દોને સૂરોમાં રચવાનો મારો પ્રયાસ છે,
મને મળતું પ્રોત્સાહન તમારાથી જ છે.

નીકીની કવિતા આજે કંઈક ખાસ છે,
કારણ માત્ર તમારા સૌનો સંપૂર્ણ સાથ છે.

ખુશીના આંસુથી આંખો મારી ભારોભાર છે,
દરેક વાચકોનો મારા ખરા દિલથી આભાર છે.

મને આજે એક અજબની ખુશી છે અને હું દિલથી તમારા સૌનો આભાર માનું છું . નીકીની કવિતાને આજે બે વર્ષ થયા અને તમારા સાથ-સહકાર વગર આ સાચે જ શક્ય નહોતું . બસ આમ જ મને સાથ આપતા રહેજો એ જ મારા દિલથી તમને વિનંતી છે. Thank you. 🙏🏼

The Audio Version of ‘આભાર’

 

Share this:

પળ બે પળની જિંદગી

ઘણું બોલ્યા ઘણું ઝઘડ્યા,
ચલને થોડું હસી લઈએ.
આપણી આ જીદને છોડી,
ચલને થોડું મળી લઈએ.

સૌથી વધુ લાગણી જ તારી સાથે,
ચલને એકબીજાને કહી દઈએ.
નથી માનતું આ મન મારું,
ચલને થોડું રડી લઈએ.

શા માટે છે આ તકરાર,
ચલને થોડી વાતો કરી લઈએ.
પળ બે પળની આ જિંદગીને,
સાથે મળીને જીવી લઈએ.

ચલને બધું જૂનું ભૂલી,
એક નવી શરૂઆત કરી લઈએ.

The Audio Version of ‘પળ બે પળની જિંદગી’

 

Share this:

વિરહ

લખીને તારું નામ,
વારંવાર ભૂસી નાખું છું.
સપનાજો આવે તારા,
આંખોને ખોલી નાખું છું.

દિલ કેમ જોડાયું તારા દિલ સાથે,
એવા પ્રશ્નથી મનને કોરી નાખું છું.
પડી હું એવી તારા પાગલપનમાં,
દિવાલોને ચિત્રોથી ભરી નાખું છું.

દિલ આમ જ તૂટતા હોય તો,
પ્રેમનો ધિક્કાર કરી નાખું છું.
વિરહમાં તારા એવી અટવાઈ,
અશ્રુઓથી દરિયા ભરી નાખું છું.

લખીને તારું નામ,
વારંવાર ભૂસી નાખું છું.

The Audio Version of ‘વિરહ’

Share this: