
શ્રી ગોએંકાજીની પંક્તિઓ આજે પણ કાનમાં સંભળાય છે, મન જો મેલું હોય તો દુશ્મન કરતાં પણ ખરાબ છે પણ મનજો નિર્મળ હોય તો માતા પિતા કરતાં પણ વધુ ધ્યાન રાખે છે. મન જ આપણને કર્મ કરાવે છે, મન જ આપણા કર્મો ને તોડી શકે છે. મન જ પ્રમુખ છે અને મન જ આપણા સુખ દુઃખનું કારણ છે પછી હંમેશા આપણે બીજાને કેમ દોષ આપીએ છીએ ? ક્ષણ ક્ષણ વીતી રહી છે અને આપણે હંમેશા કાલની રાહ જોઈએ છીએ. આ દસ દિવસમાં મનને જલ્દી ભટકવાનો સમય આપવામાં આવ્યો જ નહોતો. રસ્તો એકદમ સાફ હતો ક્રોધને બદલે શા માટે ક્રોધ કરવો ને ઈર્ષ્યા ને બદલે કેમ ઈર્ષ્યા? આ બધા વિકારને આપણે કરુણા અને સમતાથી ભરવાના છે.
સાચી કરુણા એટલે શું? લોકોની સેવા કરવાની તેમને દુઃખમાંથી બહાર કાઢવાની ઈચ્છા એટલે સાચી કરુણા. જો તમને સાચી કરુણા હોય તો પછી તમે પુરા પ્રેમથી તમારી ક્ષમતા મુજબ બીજાને મદદ કરવાનો પ્રયાસ કરવો. તમે તમારી સેવાના પરિણામની ચિંતા કર્યા વિના સેવા કરો એ જ વાસ્તવિક કરુણા છે. દુનિયાના દરેક જીવ માટે કરુણાનો ભાવ શીખવાડવામાં આવે છે એ પણ કોઈ attachment વગર. દરેક જીવનું મંગળ થાય એવી પ્રાર્થના કરાવવામાં આવે છે
તેરા મંગલ તેરા મંગલ સબકા મંગલ હોય રે જન જન મંગલ જન જન મંગલ હોય રે
દરેક જીવને મૈત્રી આપવી. સૌનું ભલું થાય એવી દિલથી ભાવના રાખવી અમને સમજાવવામાં આવ્યું. બધાનું મંગલ થાય એવી પ્રાર્થના કરતા. સારું કે ખરાબ જે પણ બને તમામ બાબતોને સમતા ભાવથી જોવી એ જ શીખવાડવામાં આવતું. (‘No Reaction’). કોઈનો પણ વાંક હોય એના પર ગુસ્સો કરવા કરતા પ્રેમ વરસાવો તો જ આપણે આપણા મન પર કાબૂ લાવ્યો છે એમ કહી શકાય. મનને નવા કર્મ કરતા અટકી જવાશે. એમના દરેક દુહાનાં એક એક શબ્દ અંતરને અડી જાય એવા છે. એ આપણને માત્ર પ્રેમ જ પ્રેમ શીખવાડે છે.
વિપસ્સનામાં ચાર રસ્તાઓ પર નજર કરાવી છે. જે ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા છે. તમારે આમાંથી કય રસ્તાએ જવું એ તમારા ઉપર છે.
૧) અંધકારથી અંધકાર તરફ એટલે કે રાગ દ્વેષ ક્રોધ કપટ અને માયા અને એના બદલામાં આ જ બધું આપવું.
૨) અંધકારથી પ્રકાશ તરફ એટલે રાગ દ્વેષ મોહ માયા ના બદલે એનાથી વિરુદ્ધ જવું ,સમતા અને કરુણાનો ભાવ રાખવો. એનાથી તમે પ્રકાશ તરફ જઈ રહ્યા છો.
૩) પ્રકાશથી અંધકાર તરફ એટલે તમારી પાસે જીવન જીવવાની તમામ સગવડો હોય અને તમે ઈર્ષ્યા ક્રોધ મોહ માયા કરો અને કોઈના માટે કરુણા ભાવ ના રાખો એટલે એને પ્રકાશથી અંધકાર તરફ જવાઇ એમ કહેવાય.
૪) પ્રકાશથી પ્રકાશ તરફ એટલે કે તમારા પાસે જીવન જીવવાની દરેક સગવડો હોય અને છતાં તમે કરુણા સમતા અને પ્રેમના માર્ગે જ આગળ વધો તો એને પ્રકાશથી પ્રકાશ તરફ કહેવાય. હવે આપણે નક્કી કરવાનું છે કે કયા માર્ગે જવું છે.
મારી વિપસ્સના ને લગભગ એક મહિનો થઈ ગયો છે અને આજ સુધી હું દરરોજ સાધના કરું છું . મને એનાથી ઘણા ફાયદા થયા છે. જેનાથી એક વસ્તુ પાકી છે કે મારું મન પહેલાંની જેમ જલ્દી અકળાઈ નથી જતું, ખૂબ અવેરનેસ આવી ગઈ છે ખૂબ પોઝિટિવિટી ફિલ થાય છે અને અંદરથી ખૂબ જ હળવું ફિલ થાય છે. મારી ચોક્કસથી દરેકને એક વિનંતી છે કે એકવાર વિપસ્સના કરી એનો અનુભવ જરૂરથી કરજો. તમને તમારા જીવનમાં જે બદલાવ જોવા મળશે એનો કંઈક અલગ જ આનંદ થશે. તમને સૌ માટે કરુણા અને મૈત્રીનો અનુભવ થશે.
વિપસ્સના એટલે જીવન જીવવાની કળા. એને કોઈ ધર્મ, માનતાં કે અંધવિશ્વાસ સાછે જોડવાની જરૂર નથી. બધુ પાછળ મૂકી દેવું. વિપસ્સના એટલે આચારસંહિતા, શુધ્ધ અને સરસ જીવન જીવવાની કળા અને સ્વસ્થ જીવન. તે સ્વ માટે સારૂ છે અને બીજા મટે પણ સારૂં છે.
Thank you.
I really enjoyed reading all three parts of your Vipassana experiences. Good job, buddy!
I always listen to your Audio recording & you take me to that worlds where you have experienced this beautiful life

Thank you so much
Thank you
let me know when are you doing vipasana
You express your experience so perfectly & my Sunday mornings start with your poems.. Thank you so much

Thank you for your support ♥️
Superb , well said vipasana etle Sudh n Subh bhav aatma ne ketla unchai sudhi lai Jai, loved it wish could go soon reading to your poem now desperate to go n me too have such feelings what you had during vipasana
!!!
Yes. You should try once and I am sure you will love it
Wahhh Niki
Vipshyana ne tu khub sari rite samji che..
Very beautifully shared experience


Thank you so much
Lovely anubhav
Thank you
Very well narrated
Thank you
Super janu very well explained

Thank you
Nice.
Thank you
Thank you so much for sharing your vipassna anubhav
Thank you
Very well explained
Thank you
Such a blissful experience
thank you for sharing with us so beautifully 
Thank you
Amazing mom! I hope one day I can follow in your footsteps
Thank you
Great way to find peace, hopefully, I can obtain such peace!!
Higher level thoughts. Thanks for sharing so beautifully. It is very eye-opening.
Thank you
Thank you