એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તમે કે સૌ કલા તમને શણગારતી રહી.
એક હું કે કોઈ વાત બરાબર કહી ન શકું,
એક તમે કે તમારી આંખ બધું બોલતી રહી.
એક હું કે કોણ મારી કવિતા ને દાદ દે,
એક તમે કે તમારી વાત સભા સાંભળી રહી.
એક તમે કે તમારી આંખ ને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.
એક તમે કે તમારા હાથમાં દુનિયાની પ્રતિષ્ઠા,
એક હું કે મારી પ્રતિષ્ઠા મારા સુધી રહી.
એક આપ જેવા સ્વજન જે મળે છે કદીકદી,
એક મારી વેદના જે સ્વજન શોધતી રહી.
Wow niks…really very nice lines??
Thank you Tejal for always being the first one on my blog to show your love ❤️
You try to put the best vocabulary , nice poem Nikkiben ?Waiting for many mores!!!
Thank you bhabhi and advance happy birthday ?
Superb Nikki loved all the kavita… it’s very difficult to pick one n says its best of all…Actually all r best as per the time n situation that comes in all human life’s . I never knew this until you last post ke yours is love marriage…?મણ ને ગામતું કે માણગામતું જીવન સાથી મળે તો જીવન જીવાની મજા કાંઈ તમે જીવો છો એવી અલગ હોય છે . Lucky you n always stay blessed.?
Thank you so much for taking your time out and reading all. I really appreciate it. Yes I totally feel I am lucky. Thank you once again and keep reading. ??