“તમારું તંદુરસ્ત સ્વાસ્થ્ય તમારા પરિવાર માટે ઉત્તમ ભેંટ છે.”
_____આ મારો ખૂબ મનગમતો વિષય છે. હમેશાં પ્રયત્ન કરતી હોઉં છું દરેકનું જીવન તંદુરસ્ત રહી શકે એવી એક પ્રેરણા બની શકું.
_____ક્યાંક મેં આ બે line વાંચી છે. “Health is wealth” અને “Your perfect health is best gift you can give to your family.” હું સાચે જ આની સાથે સહમત છું. સાચું કહેજો, તમારો life partner સવારે ઊઠીને gym જશે કે ચાલવા જશે તો તમને ગમશે કે સવારે ઊઠીને doctor પાસે જશે તો? જવાબ ખૂબ જ સરળ છે. થોડું પોતાનું ધ્યાન રાખી લઈએ તો doctor નાં ખોટા બિલોમાંથી તો બચીએ જ પરંતુ સૌને હમેશાં ખુશ પણ રાખી શકીએ કારણકે આપણે ખુશ હોઈશું .
_____સમય પર સૂવું , સમય પર જાગવું અને શરીર પાછળ થોડો સમય આપવો, મને ખાત્રી છે તમે હમેશાં ખુશ રહેશો. અને આમાંથી એક પણ વસ્તુ માટે કોઈની જરૂર પડતી નથી. આપણે કામ કરી શકશું, ફરી શકશું અને હસી શકશું પણ જો આપણે તંદુરસ્ત રહીશું તો જ.
_____બધું હોવા છતા પણ જો જીવન માણી ના શકો તો બધું હોવાનો મતલબ શું? Priorities ને બદલો, પત્ની કે પતિ સાથે doctor પાસે જવા કરતા park માં હાથ પકડીને ચાલવા જશો તો વધુ ગમશે. 24 કલાકમાંથી 1 કલાક તમારા સ્વાસ્થ્ય માટે આપો કારણકે તમને સ્વસ્થ જોઈ તમારો પરિવાર હમેશાં ખુશ રહેશે અને એ જ એક ઉત્તમ ભેંટ છે તમારા તરફથી.
_____તંદુરસ્ત રહેશોતો ખુશ મિજાજ રહેશો. તબિયતની ચિંતા માત્ર અણગમો, અકળામણ અને stress ઉત્પન્ન કર છે, નહી કે માત્ર તમારા જીવનમાં પરંતુ તમારી આજુબાજુની દરેક વ્યકિતને તકલીફ આપે છે. નક્કી કરો મારુ ધ્યાન હું પોત જ રાખીશ અને શરૂઆત આજથી જ કરીશ.
‘જાગ્યા ત્યારથી સવાર’
Thank you.
The Audio Version of ‘સ્વસ્થ રહો મસ્ત રહો’
Absolutely true!
Thank you buddy
Very true
Super Poem , Stay blessed beautiful poet , you are an inspiration for all Nikkiben
Thank you
So true…
Thank you
Very true

Thank you
So true
So true!
So U Never missed Gym

